
મુંબઇ, તા.3 જૂન 2019, સોમવાર
બાંદ્રાના એક એટીએમમાં સ્કિમર ગોઠવનાર રોમાનિયાના બે નાગરિકોની શુક્રવારે પોલીસે પકડી પાડયા હતા. સ્કિમર એક એવું ઉપકરણ છે જેની મદદથી ગ્રાહકોના ડેટા ચોરી શકાય છે. ત્યારબાદ આ ડેટાની મદદથી વિવિધ કાર્ડ ક્લોન કરી શકાય છે.
બાંદ્રા પોલીસના સૂત્રોનુસાર ૨૯મેના રોજ બાંદ્રાના વોટરફિલ્ડ રોડના એક એટીએમના સીસીટીવી કેમેરામાં બે વ્યક્તિઓ મોઢે બુકાની બાંધી શંકાસ્પદ રીતે જોવા મળ્યા હતા. બીજા દિવસે બેંક દ્વારા બાંદ્રો પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરવામાં આવી હતી. આ સાથે જ સીસીટીવીના ફૂટે જ પણ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
બાંદ્રા પોલીસના અધિકારીઓએ બેંકના સ્ટાફની મદદથી સતત એટીએમ પર નજર રાખી હતી. શુક્રવારે બે વિદેશીઓ એટીએમ સાથે છેડછાડ કરતા નજરે પડયા હતા. પોલીસે તરત જ આ બન્નેની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને રોમાનિયન નાગરિક હોઇ એકનું નામ પેથુ જ્યોર્જ જીજી (૫૧) ્નએ નએડએશઅખઓ યઓન યનુન (૩૬) હોવાનું જણાયું હતું.
આ સંદર્ભે સૂત્રોએ જણાવ્યું હતું કે આ લોકો પાસેથી સ્કિમીંગ ડિવાઇસ મળી આવ્યું હતું. આ ઘટનામાં પકડાયેલ એક આરોપી સામે દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો ગુનો પહેલેથી જ નોંધાયેલો છે. આ લોકો મોટા રેકેટનો ભાગ હોવાની શંકા પણ પોલીસે વ્યક્ત કરી હતી. બંનેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z45Mnc
via Latest Gujarati News
0 Comments