
મુંબઇ, તા. 3 જૂન 2019, સોમવાર
માલેગાંવ બોમ્બ વિસ્ફોટ પ્રકરણે કોર્ટમાં ગેેરહાજર રહેવાની સાધ્વી પ્રજ્ઞાાસિંહ ઠાકુરની માગણીને એનઆઈએ કોર્ટે ફગાવી દીધી છે. હવે દર અઠવાડિયે ઠાકુરે કોર્ટમાં હાજર રહેવું પડશે.
સપ્ટેમ્બર ૨૦૦૮માં નાશિક પાસે માલેગાંવ ખાતે અકે મસ્જિદની બહાર બાઈકમાં વિસ્ફોટ થયો હદતો. જેમાં અનેક જણ મોતનેભેટયા હતા. વિસ્ફોટમાં વપરાયેલી બાઈક સાધ્વીની માલિકીની હતી. આ એક પગેરાને આધારે સાધ્વીની અટક કરવામાં આવીહતી. ૨૦૧૭માં આરોગ્યના કારણસર તેને છોડવામાં આવીહતી.
ત્યાર બાદ ગેરકાયદે પ્રવૃત્તિ પ્રતિબંધક કાયદા હેઠળ સાધ્વી, કર્નલ પુરોહિત, સ્વામી અસીમાનંદ સામે આરોપ ઘડાયાહતા. ત્યારથી કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. સાંસદ બન્યા બાદ કામનો વ્યાપ વધ્યો છે. આથી કોર્ટમાં ગેરહાજર રહેવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી સિંહેે કરી હતી. આમાગણી એનઆઈએ કોર્ટે ફગાવી છે.
સાધ્વીએ ભોપાળથી લોકસભાની ચૂંટણી લડીને વિજય હાંસલ કર્યો હતો. ચાર લાખ મતથી મધ્ય પ્રદેશના માજી મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહને પરાભૂત કર્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xn5Pu3
via Latest Gujarati News
0 Comments