પશ્ચિમ બંગાળમાં ભાટપારાની હિંસા પછી પણ તંગદિલી યથાવત : 16ની અટક


કોલકાત્તા, તા.21 જૂન, 2019, શુક્રવાર

પશ્ચિમ બંગાળના ઉત્તરી ૨૪ પરગણાસ્થિત બાટપારામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણના બીજા દિવસે આજે ત્યાં તંગદિલીગ્રસ્ત માહોલ છે. આ વિસ્તારમાં પ્રતિબંધક હુક્મોનો અમલ યથાવત છે. પોલીસદળના જવાનો મોટી સંખ્યામાં ફરજ બજાવી રહ્યા છે. અથડામણના પગલે ૧૬ લોકોની ધરપકડ કરાઇ છે, એમ અધિકારીઓએ આજે જણાવ્યું.

તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સાથે સંકળાયેલા હોવાનું મનાતા બે જૂથો વચ્ચે ગઇકાલે થયેલી અથડામણમાં બે વ્યક્તિઓના મોત થયા હતા અને અન્ય ૧૧ લોકો ઘાયલ થયા હતા.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ફક્ત ભાટપારામાં જ નહિ, આખા રાજ્યમાં શાંતિ જાળવવી જરૂરી છે.

ભાટપારા અને જગદલ વિસ્તારોમાં દુકાનો અને બજારો બંધ રહ્યા છે. ઇન્ટરનેટ સેવા પર પણ કામચલાઉપણે બ્રેક લગાવી દેવાઇ છે. આ વિસ્તાર અને આસપાસ ૧૪૪ મી કલમનો અમલથઇ રહ્યો છે.

જો કે ગઇ રાત્રે કોઇ અનિચ્છનીય બનાવ બન્યા નહોતા કેટલાક લોકોએ આજે સવારે કાંકીનારા બજારની પાસે બોમ્બ ધડાકો સાંભળ્યો હોવાની વાત જણાવી હતી. જોકે આ મુદ્દે પોલીસ સમર્થન મળતું નથી. ભાજપે રાજ્યનું વહીવટીતંત્ર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની જેમ કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે. પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી રાહુલ સિંહાએ ભાટાપારાના આગના બનાવોની સીબીઆઇ તપાસની માગણી કરી છે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તોફાનની ઘટનાઓમાં સંડોવાયેલા લોકો સામે પક્ષાપક્ષીથી અળગા રહીને સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, એમ રાજ્ય સરકારના સુત્રોએ જણાવ્યું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XtZMqO
via Latest Gujarati News

Post a Comment

0 Comments