અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરારૂપ: જી20


ફુકુઓકા, તા. 9 જૂન, 2019, રવિવાર

ચીન અને અમેરિકા વચ્ચે શરૃ થયેલું ટ્રેડ વૉરની અસર દુનિયના ઘણાખરા દેશો પર થઇ રહી છે. ત્યારે જાપાનમાં જી-૨૦ દેશોનું શિખર સંમેલનનું આયોજન કરાયુ છે. જેમાં વિશ્વની મોટી અર્થ વ્યવસ્થા વાળા દેશઓના નાણામંત્રીઓ અને આર્થિક વિશ્ષજ્ઞાો દ્વારા દુનિયાના અર્થતંત્ર અંગે ચર્ચા તથા વિવિધ નિર્ણયો લેવામાં આવશે.

 રવિવારે મળેલી જી-૨૦ની  બેઠકમાં બધા જ દેશ અને દુનિયાના શ્રેષ્ઠ આર્થિક નિષ્ણાંતો એ વાત પર સહમત થયા છે કે અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરારૃપ છે. જી-૨૦ દેશોના નાણામંત્રી અને કેન્દ્રી. બેન્કોના પ્રમુખોએ જણાવ્યુ કે વિકાસ ઓછો થઇ રહ્યો છે જેની સામે જોખમ વધી રહ્યુ છે.

આ બેઠકમાં જી-૨૦ દેશોએ જણાવ્યુ કે વિશ્વમાં વ્યાપારિક ઉપરાંત ભૌગોલિક તણાવમાં પણ વધારો થઇ રહ્યો છે, અને અમે આ માટેના જરૃરી પગલા લેવા માટે તૈયાર છીએ. આઇએમ પ્રમુખ ક્રિસ્ટીન લોગાર્ડે ચેતવણી આપતા કહ્યુ કે આ ટ્રેડ વૉરને લીધે ૨૦૨૦ સુધીમાં વૈશ્વિક જીડીપીને ૦.૫ ટકા ઘટાડી શકે છે.

અટલે કે ટ્રેડ વોરના કારણે ૨૦૨૦ સુધીમાં વૈશ્વિક અર્થતંત્રને ૪૫૫ બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ બેઠક શરૃ થયાના થોડા કલાકો પહેલા જ અમેરિકા અને મેક્સિકો વચ્ચે થયેલા એક કરારને કારણે જી-૨૦ના મંત્રીઓને હાંશકારો થયો હતો. જેમા અમેરિને મોક્સિકોના સામાન પર પાંચ ટકા ટેરીફ લગાવતા રોકવામાં આવ્યુ હતું.

 આ સિવાય ચિંતાની વાત એ પણ છે કે અમેરિકી સચિવે નિવેદન આપ્યુ છે કે આવતા મહિને જો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના શી જિંગપીંગ વચ્ચે સમજુતિ ના સધાય તો અમેરિકા ચીન પર વધારે ટેરીફ લગાવશે. ઉપરાંત જાપાનમાં મળેલી આ બેઠકમાં પ્રથમ વખત વધતી ઉંમર અને તેનાથી વધતી સમસ્યા અને પડકારો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધો અને મહિલાઓને પણ કાર્યબળમાં સમાવેશ કરવાની વાત કરવામાં આવી છે. જે માટે વૃધ્ધોને અનુકુળ ઉદ્યોગોને પ્રોહત્સાહન આપવું અનેવૃદ્ધ વસતીના વધારાને ધ્યાનમાં રાખીને જે તે દેશની બેન્કીંગ અને નાણાકીય નિતીઓમાં ફેરફાર કરવાની સલાહ પણ આપવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X49f88
via Latest Gujarati News

Post a Comment

0 Comments