બિહારની બહાર અમે NDAના ભાગીદાર નહીં બનીએ : જદ(યુ)નું આકરું વલણ


પટણા, તા. 9 જૂન, 2019, રવિવાર

કેન્દ્રમાં મોદીની નવી બનેલી સરકારમાં નિતિશ કુમારના જદયુને એક વધુ કેબિનેટ પદની આશા હતી, પરંતુ આસ નિરાસ થઇ. જો કે નિતિશ કુમારે પણ બિહાર મંત્રી મંડળના વિસ્તરણમાં ભાજપને  વેંતરી નાંખી અને એક પણ ભાજપના સભ્યને મંત્રી બનાવ્યા નહતા. વાત ત્યાં જ અટકતી નથી. 

પટણામાં યોજાયેલી જદયુની કારોબારી સમિતિની બેઠકમાં એવો  નિર્ણય લેવાયો હતો કે  આગામી દિવસોમાં દિલ્હી, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં જદયુ ભાજપના નેતૃત્વના એનડીએનો ભાગ નહીં હોય.

નિતિશ કુમારના પ્રમુખપદે યોજાયેલી બેઠકમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિહાર લોકસભામાં NDAને મળેલી સફળતા અમારા કારણે હતી. એટલા માટે જ ચારને છોડીને તમામ બેઠકો પર એક લાખ કરતાં વધુ બેઠકો અમે જીતી હતી.બિહારના મુખ્ય પ્રધાન કુમારે કહ્યું હતું કે બિહારમાં મળેલી સફળતા અમારી સરકારના કામના કારણે મળી હતી.

ચારે રાજ્યોમાં અમે બિહારમાં કરેલા કામના આધારે મત માગીશું. તેમણે કહ્યું હતું કે અમે જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીમાં ૬૦૦ બેઠકો મેળવી હતી અને ત્રણ જિલ્લા પરિષદો અમારી પાસે છે. પરિણામે અમે ખીણમાં ૪૭ અને જમ્મુમાં ૧૧ બેઠકો લડીશું.

તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને પીડીપી સાફ થઇ જતાં લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો હતો. એવી જ રીતે દિલ્હીમાં પણ લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો નથી. પૂર્વાંચલમાં પણ લોકોએ અમારી પર ભરોસો મૂક્યો છે. પણ બિહારની બહાર અમે ભાજપની સાથે નહીં રહીએ.

જો કે ભાજપની સાથે રહીશું જેમ કે નાગાલેન્ડમાં અમે ભાજપને ટેકો આપ્યો હતો. આજની બેઠકમાં જદયુના સલાહકાર અને પક્ષના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પણ કુમારીની પડખે જ બેઠા હતા, પરંતું તેઓ કંઇ બોલ્યા નહતા.કુમારે કહ્યુ હતું કે જદયુનો પ્રશાંત કિશારની સંસ્થા સાથે કોઇ સંબધ નથી, તેઓ આપણા સલાહકાર છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2R1w72E
via Latest Gujarati News

Post a Comment

0 Comments