જીનપિંગના ઇનકાર વચ્ચે જી-20માં હોંગકોંગ મુદ્દે ચર્ચા કરવા પ્રદર્શનકારીઓનું દબાણ


હોંગકોંગ, તા. 26 જૂન, 2019, બુધવાર

વિવાદાસ્પદ એક્સટ્રાડિશન (દેશ નિકાલ) કાયદાનો વિરોધ કરનાર જુથોએ અમેરિકા, યુરોપીયન સંઘ અને અન્ય દેશોના નેતાઓને જાપાનમાં ચાલુ સપ્તાહે યોજાનારી જી-20 શિખર મંત્રણામાં ચીનના પ્રમુખ જીનપિંગ સાથેની બેઠકોમાં આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી હતી.બેજીંગે આવી કોઇ પણ વાત અંગે ચર્ચા કરવા એમ કહીને ઇનકાર કર્યો હતો કે આ અમારી આંતરિક બાબત છે, તેમાં કોઇએ દખલ કરવી નહીં.

પ્રદર્શનકારીઓના જુથો આજે તેમની વિનંતી સાથેના આવેદન પત્રને આપવા માટે અમેરિકા, યુરોપીયન સંધ અને અન્ય દેશોના દૂતાવાસ ખાતે સવારે ભેગા થયા હતા.જુથના એક પ્રવકતાએ કહ્યું હતું કે  ચીની ટેરેટરીના કાયદામાં ફેરફાર કરવાથી તમામ દેશોના નાગરિકોને આ કાયદાનો સામનો કરવો પડશે. તેમને ંસભવિત રીતે અત્યાચાર સહન કરવા પડશે અને હોંગકોંગની સ્વાયત્ત ન્યાય પ્રક્રિયા ઓછી ગણાશે. 1997 પછી બ્રિટિશ પાસેથી હોંગકોંગે મેળવેલી નાગરિક સ્વતંત્રતા પણ જોખમાશે.

ચળવળકર્તાઓએ કુલ 19 દુતાવાસોને અરજી આપવા યોજના બનાવી હતી અને આજે સાંજે વધુ દેખાવ કરવા તેમજ  હોંગકોંગના ચીફ એકઝિકયુટિવ  કેરી લામના વહીવટી તંત્રના સ્થાનિક વહીવટમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જતાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવા યોજના બનાવી હતી. જો કે એસેમ્બલીમાં આ કાયદાના ટેકેદારોની સંખ્યા વધુ છે અને આ માગનો સ્વીકાર નહીં થાય. લામે આ ખરડાને પાસ કરાવવા દબાણ કર્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XcfDe0
via Latest Gujarati News

Post a Comment

0 Comments