પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં બોમ્બ વિસ્ફોટઃ 2ના મૃત્યુ 4 ઇજાગ્રસ્ત

કોલકાતા, તા. તા. 11 જૂન 2019, મંગળવાર

પશ્ચિમ બંગાળના કાંકિનારા ક્ષેત્રમાં સોમવારે રાતે બોમ્બ વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં બે જણાના મૃત્યુ નીપજ્યાં જ્યારે ચાર જણા ઇજાગ્રસ્ત થઇ ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોડી રાતે કેટલાંક લોકોએ દેશી બોમ્બ ફેંક્યો હતો. વિસ્તારમાં ચોરી પણ થઇ છે. લોકોએ પ્રશાસન પાસે મદદ માંગી છે.

હાલ પશ્ચિમ બંગાળના આ ક્ષેત્રમાં ચૂંટણી હિંસાનો દોર ચાલુ છે. ચૂંટણી પૂરી થઇ ગયા બાદ પણ અહીંયા હિંસા જારી છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સંઘર્ષ લગાતાર જારી છે.

બંગાળમાં ભાજપના વર્તમાન વિજય બાદ માહોલ વધારે હિંસક બની ગયો છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ હિંસા માટે એકબીજાને દોષિત ઠરાવી રહ્યાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I8mNaa
via Latest Gujarati News

Post a Comment

0 Comments