
બોનોબોએ ચિંપાન્ઝીની માણસને મળતી આવતી એક આદિમ પ્રજાતિ છે. બોનોબો એક બીજા સાથે હળીમળીને સામાજિક જીવન જીવે છે. હમણા બોનોબો પરના સ્ટડી દરમિયાન વૈજ્ઞાાનિકોના ધ્યાનમાં આવ્યું છે બોનોબોની માતા પોતાના નર સંતાનની વહુ પણ પસંદ કરે છે. તુલનાત્મક રીતે હિંસક અને પિતૃસત્તાત્મક માનવામાં આવતા ચિંપાન્ઝીઓથી ઉલટું આ બોનોબો પ્રજાતિમાં મહિલાઓની સત્તા જ ચાલે છે. આથી માદા અને નર વચ્ચે લડાઇ ઝગડા ખૂબજ ઓછા જોવા મળે છે.
નરની ભૂમિકા સંતાનો મોટા થાય ત્યાં સુધી જ રહે છે જયારે માતા તેના પુત્ર સાથે જીવનભર લાગણીથી જોડાયેલી રહે છે એટલું જ નહી માતા પોતાના સંતાન માટે આકર્ષક લાગતી વહુની જાતે જ પસંદગી કરે છે. આ માટે જરુર પડે પોતાના હોદ અને પ્રભાવનો પણ આ કામ માટે ઉપયોગ કરે છે. આ માટે કોંગોના પાટનગર કિન્શાસાના અભ્યારણમાં રહેતા જંગલી બોનોબો ઉપરાંત આઇવરી કોસ્ટ,તાંઝાનિયા અને યુગાન્ડામાં રહેતા બોનોબો ચિંપાન્ઝીના વર્તનનો સ્ટડી કરવામાં આવ્યો હતો.
આ અંગે માકસ પ્લાન્ક ઇન્સ્ટીટયૂટ ફોેર ઇવોલ્યૂશનરી એંથ્રોપોલોજીના પ્રાઇમેટોલોજિસ્ટ માર્ટિન સુરબેકના જણાવ્યા મુજબ માતાની હાજરીના કારણે નરનું સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. બોનોબો માણસનો શાંતિપ્રિય, પરોપકારી અને નજીકનો સૌથી જુનો સંબંધી હોવાનું માનવામાં આવે છે. આમ બોનોબો મા એક રીતે સોશિયલ પાસપોર્ટ જેવું કામ કરે છે. તેના પુત્રો મા સાથે રહેતા હોવાથી તેના સમૂહની મુખ્યધારામાં ગોઠવાયા છે. આથી તેના માદાઓ સાથે હળવા મળવાની તક વધારે મળે છે. જો કોઇ સારી આકર્ષક માદા મળી આવે તો હંમેશા જોવામાં આવ્યું છે કે માં તેની આસપાસ રહે છે અને માતાના પડછાયામાં પુત્ર પણ તેની આસપાસ રહેવા પ્રયાસ કરે છે.
બોનોબો માતા દિકરીને જીવનસાથી પસંદ કરવામાં મદદ કરતી નથી

બોનોબો અંગે જર્નલ કરન્ટ બાયોલોજીમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ જે બોનોબોમાં જે સંતાન માતા સાથે રહે છે તેને સારી જોડીદાર મળવાની શકયતા ત્રણ ગણી વધારે રહે છે. સંશોધકોને એ જાણીને ભારે નવાઇ લાગી કે સંતાનો કેટલા થશે એ અંગે પણ માતાનું મજબૂત અને સીધું નિયંત્રણ જોવા મળતું હતું. જો કે બોનોબો સિવાયની ચિંપાન્ઝીની પ્રજાતિમાં પણ સંતાન માટે માતાની ભૂમિકા મહત્વની છે પરંતુ આ બાબતમાં બોનોબો ઘણા આગળ હોવાનું જાણવા મળે છે.જેની માતા સક્રિય ના હોય કે માતા સાથે રહેતા ન હોય તેવા નરને જીવનસાથી શોધવામાં ખૂબજ તકલીફનો સામનો કરવો પડે છે. જો કે બોનોબો માતા પોતાની દિકરીઓને જીવનસાથી શોધવામાં કોઇ જ મદદ કરતી નથી એટલું જ નહી તેના સંતાનોના પાલન પોષણમાં પણ રસ ધરાવતી નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IDQLlk
via Latest Gujarati News
0 Comments