
નવી દિલ્હી, 11 જૂન 2019, મંગળવાર
ચીનએ અમેરિકા અને અન્ય દેશોની મોટી મોટી ટેકનોલોજી કંપનીઓને ગંભીર પરીણામ ભોગવવાની ચેતવણી આપી છે. ગત સપ્તાહમાં કોમ્યૂનિસ્ટ સરકારએ કંપનીઓને કહ્યું હતું કે તેમણે ચીની કંપનીઓને ઉચ્ચ સ્તરીય અમેરિકી ટેકનોલોજી વેંચવા પર ટ્રંમ્પ સરકારએ મુકેલા પ્રતિબંધનું પાલન કર્યું તો ગંભીર પરીણામ ભોગવવા પડશે. ચીનએ ઘોષણા કરી હતી કે તેઓ અવિશ્વસનીય કંપનીઓ અને વ્યક્તિઓની યાદી બનાવી રહ્યું છે. આ યાદીને હુવાવે પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો જવાબ સમજવામાં આવે છે.
ચીની અધિકારીઓએ જે કંપનીઓને વાતચીત માટે બોલાવી હતી તેમાં ડેલ, માઈક્રોસોફ્ટ, સેમીકંડક્ટર નિર્માતા કંપની આર્મ ઓફ બ્રિટન અને દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગનો સમાવેશ થાય છે. અનુમાન છે કે હવે બંને મહાશક્તિ નવા આર્થિક હથિયારોથી એકબીજા પર નિશાન સાધશે. આ સપ્તાહમાં થયેલી બેઠકમાં ચીનના રાષ્ટ્રીય વિકાસ અને સુધાર આયોગ, વાણિજ્ય, ઉદ્યોગ અને આઈટી મંત્રાલયના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ચીની અર્થવ્યવસ્થાને જોડતી દુનિયાની સપ્લાઈ ચેનને તુટવાથી રોકવા માટે કેટ કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે. કારણ કે વિશ્વની ટોચની કંપનીઓમાં બનતા ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટના પાર્ટ અને વિવિધ કેમિકલનું પ્રોડકશન ચીનમાં થાય છે. અમેરિકા સાથે વ્યાપારી સંબંધોમાં તિરાડ સર્જાવાથી ચીનને આશંકા છે કે મોટી કંપનીઓ બીજા દેશોમાં પ્રોડકશન પર વિચાર કરી શકે છે. ચીની અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચીનથી બહાર પ્રોડકશન કરવાથી ગંભીર દંડ આપવામાં આવી શકે છે. અમેરિકી કંપનીઓને કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધને માન્ય રાખનાર કંપનીઓને સ્થાયી પરીણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. તેઓ ટ્રંમ્પ સરકારના આ નિર્ણય વિરુદ્ધ અભિયાન પણ શરૂ કરશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XzbjSm
via Latest Gujarati News
0 Comments