આ છે એપલનો સૌથી નાની ઉંમરનો ડેવલપર, 10 વર્ષના આયુષએ બનાવી આ એપ


વોશિંગટન, 11 જૂન 2019, મંગળવાર

10 વર્ષનો આયુષ એપલ કંપનીનો સૌથી નાની ઉંમરનો ડેવલપર છે. આયુષ સપ્તાહમાં અડધી કલાક જ ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરી શકે છે. જો કે આ અડધી કલાકમાં તે પોતાના પ્રિય કોડિંગ માટે સમય કાઢી શકે છે. આયુષએ 10 વર્ષની ઉંમરએ પોતાના પિતાએ આપેલી ચેલેન્જને પૂરી કરવા માટે એપ ડેવલપ કરી છે. આયુષને નિયત સમય માટે જ કોમ્યૂટર અને મોબાઈલનો ઉપયોગ કરવા મળે છે. આ સમયમાં તે કોડિંગ અને ગેમિંગ માટે સમય કાઢી લે છે. આયુષના પિતા અમિતએ તેને એપલના વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં જવા માટે શરત રાખી હતી. 

એપલના આ પ્રોગ્રામમાં જવા માટે કોઈપણ વ્યક્તિએ એક એપ બનાવવી પડે છે. એપલ એક ખાસ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત નાના બાળકોને ડેવલપર્સ કોન્ફરન્સમાં ભાગ લેવાની તક આપે છે. આ કોન્ફરન્સમાં જવાની ટિકિટ 70 હજાર રૂપિયા હોય છે. જો કે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઓછામાં ઓછી 13 વર્ષની ઉંમર જરૂરી છે. પરંતુ આયુષની આવડત જોતા એપલ તરફથી તેને 10 વર્ષની ઉંમરે આ કોન્ફરન્સમાં ભાગ લેવા મળ્યું.

ચોથા ધોરણમાં અભ્યાસ કરતા આયુષને કોડિંગ પ્રિય છે. તેથી એપલ માટે એપ બનાવવી તેના માટે સરળ કામ હતું. આયુષએ ફિઝિક્સ આધારિત પ્રોજેક્ટ પર એપ બનાવી. આ એપને એપના પ્લે સ્ટોર પર મુકવા માટે રિવ્યૂ કરવામાં આવી રહી છે. જો કે આયુષ પાસે હજુ સુધી પોતાનો મોબાઈલ છે નહીં તેમ છતાં તેણે એપલ માટે એપ બનાવી છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WurT4r
via Latest Gujarati News

Post a Comment

0 Comments