
નવી દિલ્હી, 11 જૂન 2019, મંગળવાર
એપલએ ડેવલપર્સ કોન્ફરન્સ 2019માં આઈઓએસ અપડેટ રજૂ કર્યું છે. નવા આઈઓએસ 13માં યૂઝર્સને એપલ ડિવાઈસ માટે અનેક નવા ફીચર્સ મળશે. આ ફીચર્સ વિશે કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી હતી. આઈફોન મેકર કંપનીએ પોતાના ડિવાઈસ માટે આઈઓએસ, મૈકઓએસ, વોચઓએસ અને ટીવીઓએસ માટે અપડેટેડ વર્ઝન રોલઆઉટ કર્યા છે. આ દરમિયાન ફર્મએ જણાવ્યું છે કે આઈઓએસ 13માં યૂઝર્સને માઉસ સપોર્ટ પણ મળશે.
પહેલીવાર કંપનીએ આઈફોન્સ માટે માઉસ સપોર્ટ આપ્યો છે. જો કે કેટલાક યૂઝર્સએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ પણ કરી છે કે આઈફોન માટે માઉસની જરૂર નથી. જો કે એપલના અધિકારીના જણાવ્યાનુસાર માઉસ સપોર્ટ આપવાનો ઉદ્દેશ ફોનને વધારે એક્સેસબલ બનાવવાનો છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ માઉસ સોપર્ટ આપવામાં આવ્યો છે. આ સપોર્ટ ખાસ તો એ લોકો માટે છે કે લોકો માઉસ વિના, જોયસ્ટિક અથવા એક્સટર્નલ ડિવાઈસ વિના ડિવાઈસનો ઉપયોગ કરી શકતા નથી.
એપલ છેલ્લા 2,3 વર્ષથી ટચ બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસ 13 પર અને આઈપેડઓએસ પર કામ કરી રહી હતી. માઉસ સપોર્ટ બધા જ યૂઝર્સ માટે કામની વસ્તુ નથી પરંતુ તે કેટલાક યૂઝર્સ માટે જરૂરી પણ છે. આ નવા ડિવાઈસ સપ્ટેમ્બર માસમાં રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XBFFDZ
via Latest Gujarati News
0 Comments