મુંબઇ તા. 11 જૂન 2019 મંગળવાર
બોલિવૂડના બે સુપર સ્ટાર્સ સલમાન ખાન અને અક્ષય કુમાર ૨૦૨૦ની ઇદના દિને ટિકિટબારી પર ટકરાશે એવી જાણકારી મળી હતી. બંનેની ફિલ્મો ઇદ પર રજૂ થવાની છે.
આમ તો બંને સારા દોસ્તો છે અને બંને ઘણી બધી હિટ ફિલ્મો પણ આપી ચૂક્યા છે. આ વર્ષની ઇદ પર સલમાનને સોલો રિલિઝની તક મળી હતી. અલી અબ્બાસ ઝફર નિર્દેશિત ભારત ફિલ્મ આ ઇદ પર રજૂ થઇ અને હિટ પણ નીવડી. આવતા વરસે એને સોલો રિલિઝ નહીં મળે કારણ કે અક્ષય કુમારની ફિલ્મ પણ ૨૦૨૦ની ઇદ પર રજૂ થવાની છે.
હાલ સલમાન ખાન આલિયા ભટ્ટ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઇન્શાલ્લાહ કરી રહ્યો છે જે આવતા વર્ષની ઇદ પર રજૂ કરવાની એની યોજના છે. બીજી બાજુ અક્ષય કુમાર અન્ય માતબર ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીની સૂર્યવંશી કરી રહ્યો છે. આ ફિલ્મ પણ આવતા વર્ષની ઇદ પર રજૂ કરવાની અક્ષય અને રોહિતની યોજના છે. આમ આ બંને દોસ્તો અને ધુરંધર સ્ટાર્સ ઇદ પર એકબીજા સાથે ટકરાશે.
અત્યાર અગાઉ સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મ રજૂ થવાની હતી ત્યારે અન્ય ફિલ્મ સર્જકોએ પોતપોતની ફિલ્મોની રિલિઝ ડેટ આગળ પાછળ કરી નાખી હતી. રોહિત શેટ્ટી આવું કંઇ કરે એવી શક્યતા નહીંવત્ છે. જોઇએ શું થાય છે !
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I7Fr27
via Latest Gujarati News
0 Comments