ભારત સહિતના ચાર દેશોમાં ભ્રષ્ટાચાર વિરોધી નિયમો તોડવા બદલ વોલમાર્ટ 28.2 કરોડ ડોલર ચૂકવશે


વોશિંગ્ટન, તા.21 જૂન, 2019, શુક્રવાર

વિદેશમાં બિઝનેસ વધારવા અધિકારીઓને લાંચ આપવાના કેસને બંધ કરવા માટે વિશ્વની અગ્રણી રિટેલ કંપની વોલમાર્ટ ૨૮.૨ કરોડ ડોલર ચૂકવવા તૈયાર થઇ ગઇ છે. 

સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ કમિશન(એસઇસી)એ જાહેરાત કરી છે કે ભારત, ચીન, બ્રાઝિલ અને મેક્સિકોમાં બિઝનેસ કરતી વખતે અધિકારીઓને લાંચ આપીને વોલમાર્ટે અમેરિકાના ભ્રષ્ટાચાર વિરોધી નિયમનો ભંગ કર્યો હતો. 

એસઇસીના જણાવ્યા અનુસાર ભ્રષ્ટાચાર નિયમોનું ભંગ વોલમાર્ટના વચેટિયાઓએ કર્યો છે. વચેટિયાઓેએ યોગ્ય મંજૂરી લીધા વગર અન્ય દેશના સરકારી અધિકારીઓને લાંચ આપી હતી. ફોરેન કરપ્ટ પ્રેક્ટિસીસ એક્ટ(એફસીપીએ) હેઠળ અન્ય દેશના અધિકારીઓને લાંચ આપવા યોગ્ય મંજૂરી લેવી પડે છે. 

સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ કમિશને વોલમાર્ટ પર એફસીપીએ હેઠશ કેસ દાખલ કર્યો છે. કંપની દસ વર્ષથી વધુ સમય સુધી ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ રહી હતી. આ સમય દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી પ્રગતિ કરી હતી.

એસઇસીએ વધુમાં જણાવ્યું છે કે વોલમાર્ટ એસઇસીના કેસને બંધ કરવા માટે ૧૪.૪ કરોડ ડોલર અને ગુનાહિત કેસોને સમાપ્ત કરવા મટે ૧૩.૮ કરોડ ડોલર આપવા સંમત છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X0cmys
via Latest Gujarati News

Post a Comment

0 Comments