શ્રીનગર, તા. 10 જૂન 2019 સોમવાર
સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર કઠુઆ સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં આજે ચુકાદો આવ્યો છે. 8 વર્ષની બાળકીની સાથે બળાત્કાર કરનાર કુલ સાતમાંથી 6 આરોપીઓને દોષી ઠેરવ્યા છે.
પઠાનકોટની કોર્ટે મુખ્ય આરોપી સાંઝી રામ સહિત અન્ય 6 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. આ સિવાય સાતમા આરોપી વિશાલને નિર્દોષ છોડ્યો છે. આ તમામ આરોપીઓની સજાનું એલાન બપોરે 2 વાગે કરવામાં આવશે.
જે 6 આરોપીઓને દોષી ઠેરવ્યા છે તેમાં ગામના વડા સાંઝી રામ (મુખ્ય આરોપી), દીપક ખજૂરિયા, પરવેશ દોષી, તિલક રાજ, આનંદ દત્તા, સુરેન્દ્ર કુમાર સામેલ છે જ્યારે સાંઝી રામના પુત્ર વિશાલને નિર્દોષ જાહેર કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K6AGaW
via Latest Gujarati News
0 Comments