અમેરિકામાં નકલી સાઉદી પ્રિન્સ બની 80 લાખ ડોલરની છેતરપિંડી કરનારને 18વર્ષની જેલ


મયામી, તા. 1 જૂન, 2019, શનિવાર

ત્રણ ત્રણ દાયકાઓ સુધી નકલી સાઉદી પ્રિન્સ બની લોકો પાસેથી ૮૦ લાખ ડોલરની છેતરપીંડી કરનારને હવે ૧૮ વર્ષ જેલમાં કાઢવા પડશે. ૪૮ વર્ષના એન્થોની ગિગનેકે નકલી રાજદ્વારી દસ્તાવેજોના આધારે પોતાની અંગત લકઝરી દુનિયા ઊભી કરી હતી જેમાં તેના અંગરક્ષકો અને દરબારીઓનો સમાવેશ થતો હતો. 

પોતાની જાતને ખાલીદ બિન અલ સઉદ તરીકે ઓળખાવી તેણે મયામીના પોશ ફિશર ટાપુના કોન્ડોની પણ મુલાકાત લીધી હતી.એ ફેરારી ચલાવતો અને ગાડી પર નકલી નંબર પ્લેટ રાખતો તેમજ અનેક બોડીગાર્ડ પણ રાખતો હતો.

તે પોતાની સાથે નકલી રાજદ્વારી દસ્તાવેજો સાથે બોડીગાર્ડ રાખતો અને પોતાને રોયલ પ્રોટોકોલ પ્રમાણે જ તેની સરભરા થાય તેવી માગ કરતો હતો અને એનો ઉપયોગ કરીને તે સંભવિત રોકાણકારો પાસેથી મોટી મોટી ભેટ માગતો હતો. અનેક લોકોએ તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. તેઓ એમ માનતા હતા કે પોતાના નિવાસસ્થાનની બહાર 'સુલ્તાન'નો બોર્ડ લગાડી રાખનાર ગિગનેક ખરેખર રોકાણકાર છે.

લોકોના પૈસા લઇને એ ડીઝાઇનર વસ્ત્રો ખરીદતો અને મોંધી યોટમાં તેમજ ખાનગી જેટમાં મુસાફરી કરતો હતો. ૨૦૧૭માં એ મયામીમાં રહેવા આવ્યો હતો, પરંતુ એની અંદરનો પ્રિન્સ ખાલીદ તો તેની પહેલાં જ જન્મી ગયો હતો. કોલંબિયામાં જન્મેલા ગિગનેક સામે અનેક ગુના નોંધાઇ ગયા હતા અને કેટલીય વાર એ જેલમાં પણ જઇ આવ્યો હતો.

પરંતુ એની પોલ એ વખતે પકડાઇ ગયા જ્યારે એક રિયલ એસ્ટેટના મલિકે એને પોર્ક ખાતા જોયો હતો જેને કોઇ પણ મુસ્લિમ ખાતા નથી. નવેમ્બર ૨૦૧૭માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ઇલેકટ્રોનિક ફ્રોડ સહિત અનેક ગુના તેની સામે નોંધાયા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XjCzEv
via Latest Gujarati News

Post a Comment

0 Comments