ચીને અમેરિકા સાથેની વધતી તંગદિલી વચ્ચે યુએસના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ વધાર્યો


(પીટીઆઇ) બેજીંગ, તા. 1 જૂન, 2019, શનિવાર

 અમેરિકાએ ચીનના ઉત્પાદનો પર ૨૦ કરોડ ડોલરનો ટેરિફ વધારતા ચીને પણ વળતો પ્રહાર કરી અમેરિકન ઉત્પાદનો પર  ૬૦ અબજ ડોલરનો ૨૫ ટકાનો ટેરિફ વધારી દીધો હતો. મે મહિનામાં વોશિંગ્ટનમાં અનિર્ણીત રહેલી ચીન- અમેરિકા વેપાર મંત્રણા પછી ટ્રમ્પ વહીવટી તંત્રે ચીનના ૨૦ કરોડના ઉત્પાદનો પર  દસ ટકાથી વધારી ૨૫ ટકા ટેરિફ કર્યો હતો. નવા ટેરિફમાં દસથી ૨૫ ટકા સુધીનો વધારો કર્યો હતો.

નવા ટેરિફમાં સૌંદર્ય પ્રસાધનો, રમતગમતના સાધનો, સંગીતના વાજીંત્રો, શરાબ, કોન્ડોમ્સ, હીરા, લાકડું, રમકડાં અને કાપડનો સમાવેશ થતો હતો. ૨૦૧૮માં ચીન-અમેરિકા વચ્ચેનો વેપાર કુલ ૬૫૯.૮૪ અબજ ડોલરનો હતો જે પૈકી ચીનનો નિકાસનો હિસ્સો આશરે ૫૩૯ અબજ ડોલરનો અને અમેરિકાની મિકાસનો લગભગ ૧૨ કરોડ ડોલરનો હતો. યુએસના પ્રમુખ ટ્રમ્પે ચીન જંગી વેપાર ખાધને ઘટાડે તેવી માગ કરી હતી. ૨૦૧૮માં આ ખાધ વધીને ૫૩૯ અબજ ડોલરની થઇ હતી.

ટ્રમ્પ  બોધ્ધીક સંપત્તિ અધિકાર, ટેકનોલોજી ટ્રાન્સફર અને  વધુને વધુ અમેરિકન ઉત્પાદનો ચીનના બજારમાં જાય તેવી માગ કરી રહ્યા હતા. શુક્રવારે ચીને કહ્યું હતું કે તેઓ  બિન ભરોસાપાત્ર વિદેશી કંપનીઓ અને વ્યક્તિઓની કાળી યાદી જાહેર કરશે. અમેરિકાએ જંગી ટેલીકોમ કંપની હુઆવેઇને લક્ષ્ય બનાવતા વળતા પગલાં તરીકે ચીન પણ આ પગલું ભર્યું હતું. 

અમેરિકાના વાણીજ્ય મંત્રાલયે ૧૬મેના રોજ રાષ્ટ્રીય સુરક્ષાના નામે હુઆવેઇને બ્લેકલિસ્ટમાં મૂકી હતી. આનાથી હુઆવેઇ કંપની પોતાના ઉત્પાદનો માટે  અમેરિકન બનાવટના સાધનો મેળવી શકતી નહતી. ત્યાર પછી ૯૦ દિવસ સુધી તેને મોકુફ રાખવામાં આવ્યું હતું. શુક્રવારે ચીનના વાણીજ્ય મંત્રાલયે કહ્યુ હતું કે તેઓ બિનભરોસાપાત્ર એન્ટીટીઝની યાદી જાહેર કરશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ENOx1M
via Latest Gujarati News

Post a Comment

0 Comments