સીઆઈએ મહિલા આતંકીની મદદથી અલ બગદાદી સુધી પહોંચી શકી હતી


લંડન, તા. 1 જૂન, 2019, શનિવાર

અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ને અબુ બકર અલ બગદાદી સુધી પહોંચવામાં આઈસિસની જ મહિલા આતંકીએ મદદ કરી હતી. અબુ બકર આતંકી સંગઠન આઈસસિનો વડો હતો અને અમેરિકાએ તેને ચાર વર્ષ પહેલા જ મારી હટાવ્યો હોવાનો દાવો કર્યો હતો. થોડા વર્ષો પહેલા આઈસિસનું જે જોર હતું એ હવે ઓસરી રહ્યું છે. તેમાં બકરનું મોત મુખ્ય કારણ છે. પરંતુ બકર સુધી પહોંચવા માટે સીઆઈએ જેમ્સ બોન્ડની જાસૂસી કથાની માફક ૨૯ વર્ષિય મહિલા નસરિન અસદ ઈબ્રાહિમની મદદ લીધી હતી.

નસરિન અત્યારે ઈરાક સરકારના કબજામાં છે અને ઈરબિલ શહેરની અદાલતે તેને દેહાતદંડની સજા ફરમાવી દીધી છે. એ દરમિયાન તેણે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન સાથે વાત કરી હતી. વાતમાં ખુલાસો કર્યો હતો કે સીઆઈએ પોતાની મદદ વગર અબુ બકર સુધી પહોંચી ન શકી હોત. નસરિને કહ્યું હતુ કે મને ખબર હતી કે અબુ ક્યાં રહે છે. માટે જ્યારે એ પકડાઈ ગઈ પછી સીઆઈએને મદદની જરૃર હતી એ મદદ પૂરી પાડી હતી. સ્થાનિક જાણકાર હોવાને નાતે નસરિન બગદાદીની હિલચાલથી વાકેફ હતી.

નસરિન એ ખૂંખાર મહિલા આતંકી ગણાય છે, સાથે સાથે સૌથી વિવાદાસ્પદ મહિલા આતંકી પણ છે. કેમ કે કેટલાય મોટા આતંકી હુમલામાં તેની સંડોવણી રહી છે. બગદાદી જ્યાં સંતાયો હતો એ વિસ્તાર ઈરાક-સિરિયા વચ્ચે આવેલો છે અને કુર્દિસ્તાન તરીકે ઓળખાય છે. ત્યાં કામ કરતી કુર્દ ઈન્ટેલિજન્સ સર્વિસ અને સીઆઈએ બગદાદીની તમામ હલ-ચલનો અભ્યાસ કર્યો હતો અને પછી તેના ઠેકાણા પર હુમલો કરી ઠાર કર્યો હતો. આઈસિસની સેનામાં નસરિનનો પતિ ઓઈલ મિનિસ્ટર હતો. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વકીલ અમલ ક્લૂનીએ ઈરાક સરકારને વિનંતી કરી છે કે નસરિનને અમેરિકા મોકલી દેવામાં આવે. જેથી અમેરિકામાં તેની સામે ન્યાયિક રીતે કેસ ચાલી શકે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EI6G11
via Latest Gujarati News

Post a Comment

0 Comments