
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 1 જૂન, 2019, શનિવાર
ગુરૃવારે મોદી મંત્રી મંડળમાં શપથ લીધેલા ૫૬ મંત્રીઓ કાં તો લોકસભાના કાં રાજયસભાના સભ્યો છે અને ૫૧ મંત્રીઓ કરોડપતિ છે તો ૨૨ મંત્રીઓ સામે પોલીસ ચોપડે કેટલાક કેસ પણ નોંધાયેલા હોવાનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆર-ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. અહેવાલમાં કહેવામં આવ્યુ હતું કે આઠ મંત્રીઓ ધોરણ દસથી બાર સુધી ભણ્યા હતા, એક ગ્રેજ્યુએટ અને એક ડિપ્લોમા હોલ્ડર હતો.
વડા પ્રધાન મોદી સહિત ૧૭ લોકસભાના અને હાલના રાજ્યસભાના સભ્યોમાં ૫૬ના એફિડેવિટ ચેક કરી હતી.ગ્રાહક બાબતોની મંત્રી બનેલા લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનની અને નવા વિદેશ મંત્રી એસ.જયશંકરની એફિડેવિટ ચેક કરતી નહતી, કારણ કે તેઓ હાલમાં સંસદસભ્યો નથી.૫૬ મંત્રીઓ પૈકી ૨૨ જણા સામે ક્રિમિનલ કેસ ચાલે છે જ્યારે ૧૬ જણા સામેના ગંભીર કેસનો નિવેડો આવી ગયો હતો.
હત્યા, કોમી તોફાન, ચૂંટણીલક્ષી હિંસા વગેરે કેસોમાં પણ કેટલાકને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ૧૬મી લોકસભાની સરખામણીમાં ક્રિમિનલ કેસ ધરાવતા મંત્રીઓની સંખ્યા આઠ ટકા વધુ હતી જ્યારે જેમની સામે ગંભીર આરોપો હતા તેમની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો થયો હતો, એમ એડીઆરે કહ્યું હતું. છ મંત્રીઓએ બે કોમ વચ્ચે હિંસા ફેલાય તેવા કાર્યક્રમો કર્યો હોવાની કબુલાત કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wyLSo4
via Latest Gujarati News
0 Comments