ધૂળના પ્રદૂષણની ભીંસમાં સપડાયું માયાનગરી તરીકે માનીતું મુંબઈ શહેર


મુંબઇ, તા. 5 જૂન 2019, બુધવાર

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા કરાયેલ એક પર્યાવરણીય અભ્યાસમાં જણાયું છે કે ૨૦૦૨ થી ૨૦૧૭ દરમ્યાન મુંબઈમાં ધૂળનું પ્રદૂષણ ૧૧૯.૭ ટકા જેટલું વધ્યું છે. અર્થાત તેમાંથી નીકળતાં પાર્ટીક્યુલર મેટર (પીએમ) ૧૦  સમા પ્રદૂષણ વધારતા તત્ત્વો પણ વધી ગયા છે. 

નેશનલ એન્વાર્યનમેન્ટ એન્જિનીયરીંગ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ (નીરી) દ્વારા હાથ ધરાયેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આશરે ૭૧ ટકા જેટલા પાર્ટીક્યુલર મેટર રસ્તાની ધૂળને કારણે ઉત્ત્પન્ન થાય છે. ઉપરાંત વાહનોને લીધે પણ ધૂળનું પ્રદૂષણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. શહેરમાં આઠ ટકા જેટલું ધૂળનું પ્રદૂષણ વધારવા માટે બાંધકામ પ્રવૃત્તિઓ પણ જવાબદાર બની રહી છે. જોકે મેટ્રોના કામને કારણે ૩.૨ ટકા જેટલું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

ઉપરાંત હૉટેલ, રેસ્ટોરાં, ડોમેસ્ટીક ક્ષેત્ર અને એરક્રાફ્ટ જેવા સ્થળો પણ આ માટે જવાબદાર છે. વાહનોને કારણે મુંબઈમાં કુલ ૪.૭૮ ટકા પ્રદૂષણમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. જોકે ભારે માલવાહક વાહનોમાંથી થતાં વાયુ ઉત્સર્જનને કારણે પ્રદૂષણમાં સૌથી વધુ ૩.૩ ટકા વધારો થાય છે. જ્યારે થ્રી-વ્હિલર જેવા વાહનોમાં ૧.૧ ટકા જેટલા પ્રદૂષક તત્ત્વો ઉત્સર્જન પામે છે. 

મુંબઈની સ્વચ્છ હવાઈ કાર્યવાહી માટે રાજ્ય સરકાર હાલમં પીએમ૧૦, પીએમ૨.૫ અને એનઓએક્સ જેવા અન્ય પ્રદૂષકોની ગરમ પથારીવાળા વિસ્તારોમાં વાયુપ્રદૂષણના સ્ત્રોતોની તપાસ કરી રહી છે.    



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31aNmmB
via Latest Gujarati News

Post a Comment

0 Comments