નવી દિલ્હી, તા. 5. જૂન, 2019 બુધવાર
એક તરફ આખા ભારતમાં ઈદની ખુશી મનાવાઈ રહી છે ત્યારે કાશ્મીરમાં શ્રીનગરમાં આજે ઈદની નમાઝ બાદ સુરક્ષા દળો પર અલગાવવાદી તત્વોએ પથ્થરમારો કર્યો હતો.
શ્રીનગરની જામિયા મસ્જીદ બહાર નમાઝ બાદ ટોળા બહાર આવ્યા હતા અને પથ્થરમારો શરુ કર્યો હતો.કેટલાકના હાથમાં તાજેતરમાં સુરક્ષાદળોના હાથે માર્યા ગયેલા આતંકી ઝાકીર મૂસા અને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદના સમર્થનમાં પોસ્ટર અને બેનરો પણ જોવા મળ્યા હતા.કેટલાકના હાથમાં ઈસ્લામિક સ્ટેટના બેનરો પણ જોવા મળ્યા હતા.
કાશ્મીર બનશે પાકિસ્તાનના નારા સાથેના પોસ્ટરો પણ કેટલાકે લહરાવ્યા હતા.પથ્થમારામાં કેટલાક સુરક્ષા કર્મીઓ ઘાયલ પણ થયા છે.આ ઘટના બાદ ઈદની ઉજવણી કરવા નિકળેલા લોકોને ઘરોમાં કેદ થવાનો વારોઆવ્યો હતો.સુરક્ષા દળોને અલગાવવાદીઓને વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડવાથી માંડીને હવામાં ગોળીબાર પણ કરવો પડ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WhkDce
via Latest Gujarati News
0 Comments