વર્લ્ડ કપઃ ભારત અને સા.આફ્રિકાની મેચમાં વરસાદનુ વિઘ્ન નડી શકે છે

નવી દિલ્હી, તા. 5. જૂન, 2019 બુધવાર

ભારત આજે વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામેની મેચથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.જોકે આ મેચમાં વરસાદ ખલેલ પહોંચાડે તેવી સંભાવના છે.

ઈંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં રમાનારી આજની મેચમાં ભારતીય સમય પ્રમાણે બંને ટીમના કેપ્ટન બપોરે 2-30 વાગ્યે ટોસ ઉછાળશે.જોકે આ મેચ દરમિયાન વરસાદી ઝાપટા વિઘ્ન ઉભુ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી દીધી છે.

આ પહેલા ગઈકાલે ભારતીય ટીમ નેટ પ્રેકિટ્સ કરવા માટે રોઝબાઉલ સ્ટેડિયમ ખાતે પહોંચી ત્યારે ભારતીય ટીમનુ સ્વાગત પણ વરસાદે જ કર્યુ હતુ.જેના કારણે ટીમ ઈન્ડિયા નેટ પ્રેક્ટિસ કરી શકી નહોતી.રોઝ બાઉલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકુળ હોવાનુ મનાય છે.

જોકે હવમાન વિભાગનુ એમ પણ કહેવુ છે કે, વરસાદના ઝાપટા બપોર સુધી જ આવી શકે છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ilk3oL
via Latest Gujarati News

Post a Comment

0 Comments