નવી દિલ્હી, તા. 5. જૂન 2019 બુધવાર
ઈદના તહેવાર પર્વે ઉત્તરપ્રદેશની સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે એક નવો ફતવો બહાર પાડ્યો છે
જેમાં કહેવામાં આવ્યુ છે કે, ઈદ નિમિત્તે એક બીજાને ગળે મળવુ ઈસ્લામની નજરમાં સારુ નથી.આ ફતવો બહાર પાડવા પાછળનુ કારણ પાકિસ્તાનના એક વ્યક્તિનો સવાલ હતો.આ વ્યક્તિએ સવાલ પૂછ્યો તો કે, ઈદના દિવસે ગળે મળવુ સારુ છે કે નહી ?જો કોઈ વ્યક્તિ ભેટે તો તેને ભેટવુ જોઈએ? જેના જવાબમાં દેવબંદે ફતવો બહાર પાડીને કહ્યુ છે કે, કોઈ ગળે મળવાનો પ્રયાસ કરે તો તેને વિનમ્રતાથી રોકી દેવો જોઈએ.જોકે બહુ દિવસ પછી કોઈની સાથે મુલાકાત થઈ હોય તો તેને ભેટવામાં વાંધો નથી.
ફતવામાં કહેવામાં આવ્યુ છે કે, તમે કોઈને ગળે મળવાની ના પાડો ત્યારે પ્રેમથી ના પડો.એ વાતનો ખ્યાલ રહે કે કોઈ વિવાદ ના સર્જાય
દેવબંદે ફતવો બહાર પાડીને વિવાદ સર્જયો હોય તેવી આ પહેલી ઘટના નથી.આ પહેલા દેવબંધે ડિઝાઈનબર બુરખા નહી પહેરવાનો ફતવો બહાર પાડ્યો હતો.
દેવબંદના અન્ય એક મુફતીએ મહિલાઓને નેલ પોલિશ લગાવવા સામે પણ મનાઈ ફરમાવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wBXiaL
via Latest Gujarati News
0 Comments