અમદાવાદ, તા. 13 જૂન 2019, ગુરુવાર
ગુજરાત તરફ આગળ વધી રહેલા વાવાઝોડા વાયુ પર થોડા રાહતના સમાચાર છે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલા આ વાવાઝોડાએ ગુરુવારે સવારે પોતાની થોડી દિશા બદલી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું હવે ગુજરાતની મુખ્ય ભૂમિ પર ત્રાટકે એવી સંભાવના ઘટી છે. હવે આ વાવાઝોડુ પોરબંદર, દ્વારકા આસપાસ થઇને નીકળી જાય એવી સંભાવના છે. જોકે ગુજરાતના કિનારાના પ્રદેશોમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે.
જોકે વાવાઝોડાને અનુલક્ષીને તંત્ર સાબદું છે. આશરે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યાં છે. 500 ગામોમાંથી લોકોને બહાર કાઢીને 200 જેટલા સુરક્ષિત ઠેકાણે પહોંચાડવામાં આવ્યાં છે. NDRFની 52 ટીમો રેસ્ક્યૂ અને રિલીફ ઓપરેશન માટે તૈનાત કરી દેવામાં આવી છે.
દરમિયાન વાવાઝોડાએ બુધવારે રાતે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવામાન ખાતાએ અગાઉ વાવાઝોડાને તીવ્ર શ્રેણીમાં મૂક્યું હતું તે હવે વધારીને અત્યંત તીવ્રની શ્રેણીમાં મૂકી દીધું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MNC6cK
via Latest Gujarati News
0 Comments