વાયુ વાવાઝોડાના કારણે મુંબઇમાં હાઇટાઇડ આવશેઃ બીચથી દૂર રહેવાની સલાહ

મુંબઇ, તા. 13 જૂન 2019, ગુરુવાર

ગુજરાત તરફ આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે અને હવે તે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે. તેમ છતાં કિનારાના પ્રદેશોમાં ભારે વરસાદ અને વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે.

વાયુ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્ર અને કોંકણના દરિયાકાંઠે પણ હાઇટાઇડ આવવાની શક્યતા છે. હાઇટાઇડને અનુલક્ષીને કોંકણના બીચ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. લોકોને પણ દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વાવાઝોડાના કારણે મુંબઇમાં વરસાદ પણ નોંધાયો છે. વાવાઝોડાના કારણે મુંબઇના દરિયા કિનારે 3.83 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDXLsg
via Latest Gujarati News

Post a Comment

0 Comments