PM મોદીએ મંત્રીઓનો ક્લાસ લીધોઃ સવારે 9:30 વાગ્યે ઓફિસે પહોંચી જવાની તાકીદ

નવી દિલ્હી, તા. 13 જૂન 2019, ગુરુવાર

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓને કહ્યું કે તેમણે સવારે 9:30 વાગ્યા સુધીમાં ઓફિસે પહોંચી જવું જોઇએ અને ઘરેથી કામ કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ જેથી કરીને બીજા લોકો સમક્ષ દાખલો બેસાડી શકાય.

બુધવારે મંત્રીમંડળની બેઠક દરમિયાન PM મોદીએ એમ પણ કહ્યું કે 40 દિવસના સંસદીય સત્ર દરમિયાન કોઇ બહારનો પ્રવાસ ન ખેડે. વડાપ્રધાને પોતાનો દાખલો આપતા કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અધિકારીઓ સાથે સવારે સમયસર ઓફિસે પહોંચી જતાં હતાં. તેમણે મંત્રીઓને કહ્યું કે તેઓ નવા ચૂંટાયેલા સાંસદોને પણ મળે કારણ કે સાંસદ અને મંત્રીમાં ખાસ અંતર નથી હોતું.

વડાપ્રધાન મોદીએ તેમની કેબિનેટના તમામ મંત્રીઓને પાંચ વર્ષનો એજન્ડા બનાવીને કામની શરૂઆત કરવાની સલાહ આપી અને તાકીદ કરી કે આની અસર પહેલા 100 દિવસમાં જ દેખાવી જોઇએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XCR0U9
via Latest Gujarati News

Post a Comment

0 Comments