અમદાવાદ, તા. 13 જૂન, 2019, ગુરૂવાર
ગુજરાતના લોકો માટે સૌથી રાહતના અને સારા સમાચાર એ છે કે ખતરનાક વાયુ વાવાઝોડાનો ખતરો હવે લગભગ ટડી ગયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવનારુ આ વાવાઝોડું હવે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે હવામાન ખાતાની આગાહી કરતી ખાનગી એજન્સીએ પણ આગાહી કરી છે કે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે એટલું નહીં હવામાન ખાતાએ આજે સવારે 8 વાગ્યે જારી કરેલા પોતાના ન્યૂઝ બુલેટિનમાં પણ જણાવે છે કે વાવાઝોડું ગુજરાતની ધરતી પર સીધું નહીં થાય પરંતુ એનો અર્થ એવો નથી કે વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ રીતે ટડી ગયો છે.
સૂત્રો જણાવે છે કે, આ વાવાઝોડું જોકે એ અગાઉ એવી આગાહી હતી કે 13મીએ સવારે પાંચ વાગ્યે જ આ વાવાઝોડું ત્રાટકશે ત્યારબાદ ગઈ કાલે મોડી રાત્રે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાવાઝોડું હવે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ જશે અને બપોરે બે વાગ્યા સુધીમાં દ્વારકા થી વેરાવળ વચ્ચે ત્રાટકશે.
વાવાઝોડાને લીધે સંભવિત થનારા જાનમાલના નુકસાનને અટકાવવા માટે ગુજરાત સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી લીધી હતી. તમામ જિલ્લાઓમાં NDRFની ટીમો મોકલી દીધી હતી ઉપરાંત આર્મી અને નેવીને પણ હાઈએલર્ટ પર રખાયા હતા કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં હતી ગઈકાલે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર થી જ સવા ત્રણ લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાયું હતું.
મોડી રાત્રે બે વાગ્યા પછી થી વાયુ વાવાઝોડાએ ધીમે ધીમે પોતાની દિશા બદલી હતી સવાર સુધીમાં આ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું હતું પરંતુ તેને બદલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા થી આડુ ફંટાઈને ઓમાન તરફ જઈ રહ્યું છે. હવામાન ખાતાનું અનુમાન છે કે ગુજરાત પર ખતરનાખ વાવાઝોડાનો ખતરો હવે રહ્યો નથી .આમ છતાં તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે આ વાવાઝોડું આજે રાત સુધીમાં જ ઓમનના દરિયા બાજુ સંપૂર્ણપણે ફંટાઈ જશે.
ઓમાનના દરિયામાં જ આ વાવાઝોડું સમજાય એવી પણ શક્યતાઓ છે આથી હાલના તબક્કે અત્યારે એવું કહી શકાય કે છેલ્લા બે દિવસ દરમિયાન વારંવાર દિશા બદલતું વાવાઝોડું જો ફરી એક વખત પોતાની દિશા નહીં બદલે તો નિશ્ચિત પણે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે નહીં. આ સમાચારને પગલે ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ગુજરાત સરકાર માટે પણ આ સમાચાર ખુબ જ મોટી રાહતના છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2F6Rbjk
via Latest Gujarati News
0 Comments