હેપ્પી બર્થ ડે ટુ યુ દિશા...

મુંબઇ તા.13 જૂન 2019 ગુરૂવાર

 એ લિસ્ટની ગણાતી થયેલી અભિનેત્રી દિશા પટણીનો આજે બર્થ ડે છે. ૧૯૯૨ના જૂનની ૧૩મીએ જન્મેલી દિશા આજે ૨૬ વર્ષની થઇ.

ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાતી આ અભિનેત્રીએ કારકિર્દીનો આરંભ એમ એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી. આ ફિલ્મમાં એનો રોલ નાનો હતો પરંતુ પ્રભાવશાળી હતો અને એણે તરત ધ્યાન ખેંચ્યું હતુંં. આ અભિનેત્રી -મોડેલ એક બોલ્ડ અભિનેત્રી ગણાય છે. 

ટાઇગર શ્રોફ સાથે બાગી અને બાગી ટુ કર્યા બાદ એને સુપર સ્ટાર સલમાન ખાન સાથેે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત મળી હતી જે હિટ નીવડી છે અને હાલ ચાલી રહી છેે.

રસપ્રદ વિગત એ છે કે બાગી ટુ સફળ થઇ ત્યારબાદ ટાઇગરને ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ મળી હતી અને દિશાને ભારત મળી હતી. ટાઇગરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ ફ્લોપ નીવડી હતી ત્યારે ભારત હિટ નીવડી છે. દિશાનું ભાવિ ઉજ્જવળ જણાય છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MJPPRL
via Latest Gujarati News

Post a Comment

0 Comments