મુંબઇ તા.13 જૂન 2019 ગુરૂવાર
મોખરાના અભિનેતા રિતિક રોશનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુપર ૩૦નું ટ્રેલર મંગળવારે રિલિઝ થયું હતું જેને સોશ્યલ મિડિયા પર મિક્સ પ્રતિભાવ સાંપડયા હતા.
જો કે જે વ્યક્તિની આ બાયોફિલ્મ છે એ પટણાના ગણિત શિક્ષક આનંદ કુમારના પરિવારમાં આનંદની લહેરખી ફરી વળી હતી. આનંદ કુમારે મિડિયાને કહ્યું હતું કે મારી માતાની આંખોમાં હરખનાં આંસુ હતા, મારો ભાઇ આભો થઇ ગયો હતો અને મારી પુત્રી પાપા પાપા ચિલ્લાઇ ઊઠી હતી.
અત્રે એ યાદ રહે કે બિહારના જે ગરીબ બાળકો ગણિતમાં સારા માર્કસ્ ન મેળવી શકવાથી આઇઆઇટીમાં પ્રવેશ મેળવી નહોતા શકતા એમને આનંદ કુમાર કોઇ ફી લીધા વિના ગણિત શીખવીને એ વિષયમાં પાવરધા કરી દેતા હતા. ત્યારબાદ આ વિદ્યાર્થીઓ સહેલાઇથી આઇઆઇટીમાં એડમિશન મેળવી શકતા હતા.
આ ફિલ્મનું ડાયરેક્શન વિકાસ બહલે કર્યું છે જેના પર એક કરતાં વધુ અભિનેત્રીએ જાતીય ગેરવર્તનનો આક્ષેપ કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KMRbsC
via Latest Gujarati News
0 Comments