કોલકાતા/ મુંબઇ તા.13 જૂન 2019 ગુરૂવાર
અભિનેત્રી કોંકોણા સેન શર્માએ કહ્યું હતું કે હું હિન્દી ફિલ્મોમાં અભિનય કરું છું પરંતુ હું હિન્દી ફિલ્મો જોતી નથી એટલે હિટ નીવડી કે ફ્લોપ નીવડી એની ઝાઝી પરવા કરતી નથી.
અ મોન્સૂન ડેટમાં ટ્રાન્સજેન્ડરનો રોલ કરવાની હિંમત દાખવનારી આ અભિનેત્રીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં અન્ડરવર્લ્ડના ભાઇલોગના પૈસા રોકાયેલા હોય છે. બીજું કે હિન્દી ફિલ્મોના અદાકારો પોતે હોલિવૂડના કલાકારોની પાછળ પાગલ હોય છે અને અમને અભિનય બાબતમાં પ્રવચન આપતાં હોય છે. આ બેવડાં ધોરણ પણ મને ગમતાં નથી.
એણે કહ્યું કે સમયના વહેવા સાથે આપણા વ્યક્તિત્વ અને વિચારોમાં પરિવર્તન આવતું હોય છે. દસ વર્ષ પહેલાં તમે જેવા હતા એવા આજે નથી. મને ટ્રાન્સજેન્ડરના રોલની ઑફર થઇ ત્યારે મેં એને એક પ્રકારનો પડકાર સમજીને સ્વીકારી લીધો હતો. અગાઉ મેં કદી આ ટાઇપનો રોલ કર્યો નહોતો. બીજું કે મને સ્ટોરી ખૂબ ગમી હતી.
મેં સ્ક્રીપ્ટ વાંચી ત્યારે હૃદયસ્પર્શી લાગી હતી. મને અપાયેલું પાત્ર ખૂબ સરસ રીતે અને ઝીણવટભરી રીતે તૈયાર થયું છે એટલે મેેં વધુ વિચાર કર્યા વિના આ ફિલ્મ સ્વીકારી લીધી હતી. મને આ રોલ કરવાની ખૂબ મજા પડી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XRbf0g
via Latest Gujarati News
0 Comments