ભુજનું શૂટિંગ રામોજી રાવ સ્ટુડિયોમાં થશે

મુંબઇ તા.13 જૂન 2019 ગુરૂવાર

 ભુજઃ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં થશે એવી માહિતી મિડિયાને આપવામાાં આવી હતી.

આ ફિલ્મની સ્ટોરીમાં ખરેખર તો ગુજરાત રાજ્ય અને એમાંય કચ્છી ખમીરની વાત વણી લેવામાં આવી છે. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય હવાઇ દળને જરૃર હતી એટલે દિવસરાત મહેનત કરીને કચ્છી મહિલાઓએ લડાયક વિમાનો ઊડી શકે એવો રન વે તૈયાર કરી આપ્યો હતો એની કથા આ ફિલ્મમાં છે.

સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ, સંજય દત્ત, પરિણિતી ચોપરા અને સોનાક્ષી સિંહા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. આવતા સપ્તાહે હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં આ ફિલ્મ ફ્લોર પર જઇ રહી છે. સ્ટુડિયોમાં ભુજના માધાપર ગામનો ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો છે. છેલ્લા એક માસથી આ સેટ બની રહ્યો હતો. આ એક ખર્ચાળ સેટ છે એવી માહિતી પણ મળી હતી.

સેટની એક પણ વિગત લીક ન થઇ જાય એટલા માટે ત્યાં સિક્યોરિટી વધારવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આમ તો આ ફિલ્મનું શૂટિંગ ભુજમાંજ કરવાના હતા પરંતુ આ ગામ ભારત પાકિસ્તાન સરહદ પર હોવાથી શૂટિંગ માટે પરમિશન લીધા પછી પણ સિક્યોરિટીની સમસ્યા ઊભી રહે એટલે ત્યાં શૂટિંગ કરવાનું માંડી વાળ્યું.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wP59C1
via Latest Gujarati News

Post a Comment

0 Comments