લોસ એંજલ્સ તા.13 જૂન 2019 ગુરૂવાર
અમેરિકાની બે ટોચની મોડેલ્સ કમ અભિનેત્રી કમ ગાયિકા કેટી પેરી અને ટેલર સ્વીફ્ટ વચ્ચે સમાધાન થઇ રહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
છેલ્લા એક દોઢ વર્ષથી આ બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો. બંનેના અહંક્લેશ થયા હતા અને બંને એકમેકનો પડછાયો પણ લેવા તૈયાર નહોતી.
કેટીએ મંગળવારે સાંજે પીસ એટ લાસ્ટ (આખરે સુલેહ સ્થપાણી) લખેલી ચોકલેટ બિસ્કીટ્સનો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો અને આ શબ્દોની આસપાસ શાંતિસૂચક પ્રતીકો મૂક્યાં હતાં. ફીલ્સ ગૂડ એટ ટેલર સ્વીફ્ટ લખીને એણે ગુલાબી રંગના તેર હાર્ટ ઇમોજી પણ મૂક્યાં હતાં.
આ બંને ક્યારથી સાથે કામ કરશે એની વિગતો હજુ જાહેર કરાઇ નથી પરંતુ આ બંને ફરી સાથે થશે એ વાતે એમના લાખ્ખોે ફેન્સને ખુશ કરી દીધાં હતાં એમ વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KhupcA
via Latest Gujarati News
0 Comments