પોતે કરેલા કામો ગણાવતી કોંગ્રેસ કટોકટીને પણ યાદ કરે : મોદી


ભ્રષ્ટાચાર સામેની લડાઇ શરૂ રહેશે : રાહુલ-સોનિયા અંગે મોદીનો ટોણો 

નવી દિલ્હી, તા. 25 જૂન, 2019, મંગળવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ અંગે પોતાનો અભિપ્રાય આપતુ ભાષણ સંસદમાં આપ્યું હતું. મોદીએ પોતાના આ ભાષણમાં 1975માં લાદવામાં આવેલી કટોકટીના કાળને પણ યાદ કર્યો હતો. સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મોદીને કેટલાક સવાલોનો મારો ચલાવ્યો હતો અને ટુ-જીમાં કોની વિરુદ્ધ કાર્યવાહી કરી સહીતના સવાલો કર્યા હતા. જેના જવાબમાં મોદીએ બીજા દિવસે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે અમારી લડાઇ જારી રહેશે. અમે બદલાની ભાવના સાથે કામ નથી કરી રહ્યા. 

મોદીએ દાવો કર્યો હતો કે અમે કાયદાથી ચાલનારા લોકો છીએ, અને જો કોઇને જામીન મળ્યા હોય તો તેઓ તેનો આનંદ લે. જોકે ભ્રષ્ટાચાર સામેની અમારી આ લડાઇ જારી રહેશે. અમારે ખોટા રસ્તા પર જવાની જરુર નથી.

કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મોદીને સવાલ કર્યો હતો કે મોદી દાવા કરી રહ્યા હતા કે કોંગ્રેસ એક ભ્રષ્ટ પાર્ટી છે તો રાહુલ અને સોનિયા ગાંધી હાલ અહીં સામે બેઠા છે. કેમ તેમને જેલમાં નથી નાખતા?. આ અંગે જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે આ લોકશાહી છે કટોકટીનો સમય નહીં. મોદીએ કોંગ્રેસની કટોકટીનો યાદ કરી તેને જ ઘેરી હતી. 

મોદીએ કહ્યું હતું કે અમને સવાલો કરી રહ્યા છે કે અમે કોઇને જેલમાં કે નથી નાખ્યા, આ લોકો ભુલી જાય છે કે આ લોકશાહી છે ઇમર્જન્સી નથી કે સરકાર કોઇને પણ પકડીને જેલમાં નાખી દે. આ કામ ન્યાય પાલિકાઓનું છે. અમે કાયદાથી ચાલનારા લોકો છીએ. જે લોકોને જામીન મળ્યા છે તેઓ તેને ઇન્જોય કરે.

બદલાની ભાવનાથી કામ ન થવું જોઇએ પણ ભ્રષ્ટાચારની સામે અમારી આ લડાઇ જારી રહેશે. મોદીએ પોતાના ભાષણમાં ઇમર્જન્સીને યાદ કરી હતી અને કહ્યું હતું કે 25 જૂન, 1975ના રોજ દેશમાં ઇમર્જન્સી લાગુ કરીને દેશની આત્માને કચડી નાખી હતી. અને આ કટોકટીના ડાગ હજુ પણ નથી ભૂંસાયા, દેશના મીડિયાને દબાવવામાં આવ્યું હતું, પુરા દેશને જેલખાનું બનાવી દીધુ હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X7bofe
via Latest Gujarati News

Post a Comment

0 Comments