
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 જૂન 2019, શુક્રવાર
પરિણિતી ચોપરા '' ધી ગર્લ ઓન ધ ટ્રેન'ની હિંદી રિમેકમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં પરિણિતી મહત્વનું પાત્ર ભજવી રહી છે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હોવાથી પરિણિતીના પતિના પાત્ર માટે જાણીતા ચહેરાને ફિલ્મમાં લેવામાં આવ્યો નથી.
'' આ ફિલ્મમાં પરિણિતીના પતિના પાત્ર માટે અવીનાશ તિવારીને પસંદ કરવામાં આવ્યો છે. અવિનાશે ઇમ્તિઆઝ અલીની 'લૈલા મજનુ'ની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યુ ંહતું. તેની સ્ક્રિન પ્રેઝસન્સ બહુ જ સારી છે.ફિલ્મસર્જકને કોઇ વિશેષ ઇમેજ ધરાવતો અભિનેતા આ પાત્ર માટે ખપતો નહોતો. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હોવાથી આ પાત્ર માટે અવિનાશ જ યોગ્ય લાગ્યો હતો, તેમ સૂત્રે જણાવ્યું હતું.
આ ફિલ્મ એક એવી યુવતીની આસપાસ ફરે છે. જે નિયમિત રીતે ટ્રેનમાં સફર કરે છે. તેને ટ્રેનમાંથી તેના એક્સ પતિ અને પત્નીનું ઘર દેખાતું હોય છે. તે રોજ જ આ યુગલને જોતી હોય છે. એક દિવસ તે ટ્રેનમાંથી આ ઘરમાં કાંઇક એવું જુએ છે કે એ પછી આ યુવતીના જીવનમાં ઘણા બદલાવ આવે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ft76J4
via Latest Gujarati News
0 Comments