
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 21 જૂન 2019, શુક્રવાર
રણવીર સિંહ મુશ્કેલીમાં ફસાયો હોય એમ લાગી રહ્યું છે. વાસ્તવમાં ગલી બોય ફેમ એકટરને સુપરસ્ટારબ્રોક લેસનર તરફતી એક કાનૂની નોટિસ પાઠવવામાં આવી હોવાની વાત છે. રેસલરના વકીલ પોલ હેમન એ રણવીરને નોટિસ પાઠવી હોવાનો દાવો કર્યો છે.
આ પૂરો વિવાદ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ દરમિયાન હાર્દિક પંડયા સાથે ફોટો શેયર કરતી વખતે રણવીરે બ્રોક લેસનરના શબ્દ પ્રયોગનો ઉપયોગ કર્યો હતો. રણવીરે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડયા સાથેની તસવીર મુકીને 'ઇટ. સ્લિપ. ડોમિનેટ અને રિપીટ' ધ નેમ ઇઝ હાર્દિક. હાર્દિક પંડયા પછીથી જાણવા મળ્યું હતું કે, આ પોસ્ટ પર રેસલર બ્રોક લેસનરના વકીલ પોલ હેમને ટિપ્પણી કરી હતી અને કોપીરાઇટના ઉલ્લંઘન આરોપ મુકીને કેસ કરવાની ધમકી આપી હતી.
પોલ એ રણવીરના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યુ ંહતું કે, '' શું તું મજાક કરી રહ્યો છે ? આ શબ્દ પ્રયોગ ઇટ સ્લિપ કોન્કર અને રિપીટ છે.'' રેસલર બ્રોક લેન્સરનો આ મશહૂર ડાયલોગ છે. આ પૂરી ઘટનામાં રણવીર તરફથી કોઇ ખુલાસો કે સ્પષ્ટતા આવી નથી.
જોકે રણવીરની તરફેણ કરનારાઓનું માનવું છે કે, રણવીરે આ ડાયલોગ ક્યાંક સાંભળ્યો હશે. તેણે રેસલરને નારાજ કરવાના ઇરાદાધી આ ડાયલોગનો ઉપયોગ નહીં કર્યો હોય.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZAxLLB
via Latest Gujarati News
0 Comments