માલદિવ દેશ સમુદ્રની સપાટીથી માત્ર પ ફૂટ અંતર ધરાવે છે


માત્ર ૪ લાખની વસ્તી અને ૧૧૯૮ જેટલા ટાપુઓથી બનેલો માલદિવ દેશ દરિયાની સપાટીથી સરેરાશ ૫ ફૂટનું અંતર ધરાવે છે. જેમાંથી માત્ર ૨૫૦ ટાપુઓ પર માનવ વસ્તિ પથરાયેલી છે. ૫૦ ટાપુઓ તો લગભગ ડૂબવામાં છે.માલદિવના વિલિન્ગ્લી આઇલેન્ડનું  દરિયાની સપાટીથી અંતર ૨.૪ મીટરનું છે જે દેશમાં સૌથી વધુ છે. આથી જો ગ્લોબલ વોર્મિગના કારણે દરિયાની સપાટી વધતી રહેશે તો થોડાક દાયકાઓમાં જ તેનું અસ્તિત્વ ના રહે તેવી શકયતા છે.

૨૧ મી સદીના અંત સુધીમાં સી લેવલમાં ૫૯ સેમીનો વધારો થાય તેવી શકયતા છે. જયારે ૧.૫ મીટરથી વધારે ઉંચી નથી. એટલું જ નહી અડધી પણ જો વધે કે અસામાન્ય રીતે તાપમાનમાં ફેરફાર થાય તો સમુદ્રની સપાટી વધતી જાય છે. જો આ રીતે ગ્લોબલ વોર્મિગ ચાલું રહેશે તો માલદિવ સૌથી પહેલો નાશ પાંમશે. પ્રવાસન અને મત્સ્યપાલન માલદિવની આવકના મહત્વના સોર્સ છે. જો કે માલદિવના લોકો અને સત્તાવાળાઓ કોઇ પણ ભોગે પોતાનું ઘર છોડીને દાયકાઓ સુધી કલાઇમેટ ચેન્જના શરણાર્થી બની જીવવા માંગતા નથી.


જો કે નિષ્ણાતોનું માનવું છે કે એક સમયે માલદિવના લોકોએ જો બચવું હશે તો સ્થળાંતર કરીને બીજે જવું જ પડશે.આથી માલદિવે અત્યારથી જ પોતાની વૈકલ્પિક હોમલેન્ડ અંગે વિચારવું જોઇએ.એક માહિતી મુજબ માલદિવનું કલ્ચર જોતા ભારત અથવા શ્રીલંકા દેશ રહેવા માટે સલામત હશે. એક માહિતી મુજબ વિશાળ ભૂ વિસ્તાર ધરાવતો ઓસ્ટે્રલિયાખંડ પણ શિફ્ટ થવા માટે અનુૂકૂળ પડે તેવો છે.૨૦૦૮માં માલદિવ સરકારે પણ કબુલ્યું હતું કે અમે એવી કોમ છીએ જેને પોતાની જમીન ગુમાવી દેવાનો સૌથી વધારે ખતરો રહે છે. જો દરિયાની સપાટી વધશે તો તેની સૌથી વધારે અસર માલદિવને પ્રથમ થવાની છે.

  




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WpAY3v
via Latest Gujarati News

Post a Comment

0 Comments