કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષની રેસમાં અશોક ગેહલોત મોખરે

નવી દિલ્હી, તા. 20 જૂન 2019, ગુરૂવાર

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોત પાર્ટીના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. કોંગ્રેસએ અશોક ગેહલોતને આ અંગે તૈયાર રહેવાનું પણ કહ્યું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અશોક ગેહલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ હશે કે બીજા બે-ત્રણ નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવશે, પરંતુ એટલું નક્કી છે કે આવનાર થોડા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીને નવા અધ્યક્ષ મળવાના છે જે ગાંધી પરિવારમાંથી નહીં હોય.

ગેહલોતએ બુધવારના રોજ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા સાથે જનહિત માટે તેમને પાર્ટીના પ્રમુખ બની રહેવા આગ્રહ કર્યો હતો. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર રહેવા માટે મનવાના બધા પ્રયત્નો કર્યા બાદ પણ નહી માન્યા અને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી પાર્ટી નવુ નેતૃત્વ નહી પસંદ કરે ત્યાં સુધી નવી શરૂઆત શક્ય નથી.

રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે તેના બદલે પ્રિયંકા ગાંધીના નામ પર પણ વિચારણા કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની સાથે ભાજપે વંશવાદને મુદ્દો બનાવી વારંવાર કોંગ્રેસને આડે હાત લીધી હતી. આવામાં રાહુલ ગાંધીના દૂર થઇ જવાથી કોંગ્રેસના કોઇપણ સીનિયર નેતાને અધ્યક્ષ બનાવાથી આ મુદ્દો હંમેશા માટે સમાપ્ત થઇ જશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનની જવાબદારી ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટને આપવામાં આવી શકે. છેલ્લા થોડા સમયથી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ ચાલતો હોઈ તેવી અટકળો ચાલી રહી છે. માટે પાર્ટીને લાગે છે કે અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવાથી આ સમસ્યા પણ દૂર થઇ જશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WUrrge
via Latest Gujarati News

Post a Comment

0 Comments