કલકત્તા, તા.20 જૂન 2019, ગુરૂવાર
મમતા બેનરજીના પક્ષ ટીએમસીની ગ્લેમરસ સાંસદ અને બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી નુસરત જહાંએ ચૂંટણી જીત્યા બાદ લગ્ન કરી લીધા છે.
કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે નુસરત જહાંએ 19 જૂને તુર્કીમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા. નવદંપતિએ પોતા પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરો પણ શેર કરી હતી.
નુસરત જહાં બશીરઘાટની સાંસદ તરીકે તાજેતરની લોકસભા ચૂંટણીમાં જીતી છે. છેલ્લા બે દિવસથી નુસરતના લગ્નના પ્રી વેડિંગ કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન મહેંદી પાર્ટી અને યોટ પર પાર્ટી પણ થઈ હતી. લગ્નમાં નુસરત અને નિખિલના ગણતરીના પરિવારજનો જ હાજર રહ્યા હતા. નુસરત અને નિખિલે હિન્દુ રીતિ રિવાજોથી લગ્ન કર્યા હોવાનુ મનાઈ રહ્યુ છે.
નુસરતની સાથે તેની ખાસ મિત્ર અને જાધવપુરથી લોકસભા ચૂંટણી જીતેલી અન્ય એક અભિનેત્રી મિમિ ચક્રવર્તી પણ હાજર રહી હતી. તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જ્યાં લગ્ન થયા હતા તે સ્થળની તસવીર પણ શેર કરી છે.
નિખિલ અને નુસરતની મુલાકાત ગત વર્ષે દુર્ગાપૂજાના કાર્યક્રમમાં થઈ હતી અને બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L3zSmY
via Latest Gujarati News
0 Comments