પંજાબી ગાયિકા હાર્ડ કૌર સામે કાનૂની કેસ થયો


લંડન / મુંબઇ તા.20 જૂન 2019 ગુરૂવાર

 લંડનમાં રહેતી મૂળ ભારતીય પંજાબી ગાયિકા હાર્ડ કૌર સામે ઇન્ડિયન પીનલ કૉડની વિવિધ કલમ હેઠળ કાનૂની કેસ માંડવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી.

આ ગાયિકાએ અતિ ઉત્સાહમાં આવી જઇને ટ્વીટર પર અભદ્ર ભાષામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિશે એલફેલ લખ્યું હતું.

હાર્ડે મોહન ભાગવતને આતંકવાદી અને યોગીને રેપિસ્ટ તરીકે વર્ણવ્યા હતા. વારાણસીના એક યુવાન ધારાશાસ્ત્રી શશાંક શેખર ત્રિપાઠીએ શહેરના કેન્ટ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કૉડની કલમ ૧૫૩ એ, ૧૨૪ એ, ૫૦૦,૫૦૫ અને આઇટી એક્ટની કલમ ૬૬ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.  

કેન્ટ પોલીસે હાડ કૌર સામે આ ગુનો નોંધ્યો હતો જેમાં બે સેલેબ્રિટીઝ માટે અભદ્ર લખાણ સોશ્યલ મિડિયા પર લખવા બદલ હાર્ડને જવાબદાર ગણાવી હતી. હાર્ડે ૨૬-૧૧ના મુંબઇ પરના આતંકવાદી હુમલા માટે પણ મોહન ભાગવતને જવાબદાર ગણાવ્યા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા માટે પણ હાર્ડે ભાગવતને જવાબદાર ગણાવ્યા હતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J1f0KK
via Latest Gujarati News

Post a Comment

0 Comments