મુંબઇ તા.20 જૂન 2019 ગુરૂવાર
વેબ સિરિઝ ફિક્સરના સેટ પર ક્લાયમેક્સનું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યારે અચાનક સાચુકલા ગુંડા ત્રાટક્યા હતા અને યુનિટ મેમ્બર્સ પર હિંસક હુમલો કર્યો હતો.
જો કે આ સિરિઝની હીરોઇન માહી ગીલ શૂટિંગમાં હાજર હતી પરંતુ બાલ બાલ ઊગરી ગઇ હતી. અન્યોને નાની મોટી ઇજા થઇ હતી. મુંબઇથી ૫૦-૬૦ કિલોમીટર દૂર આવેલા થાણેના ઘોડબંદર રોડ પરના એક શીપયાર્ડમાં શૂટિંગ થઇ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.
પ્રસિદ્ધ ફિલ્મ સર્જક તિગ્માંશુ ધૂળિયા આ સિરિઝમાં અભિનય કરી રહ્યા છે. એ સેટ પર હાજર હતા તેમ ટીવી સ્ટાર શબ્બીર અહલુવાલિયા પણ ત્યાં હાજર હતો.
ધોળે દિવસે બપોરે સાડા ચાર વાગ્યે લોખંડના સળિયા અને ડંડા લઇને આવેલા ચાર ગુંડાઓએ કોની પરમિશનથી અહીં શૂટિંગ કરો છો એવી બૂમાબૂમ કરીને યુનિટ મેમ્બર્સ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સિરિઝના ડાયરેક્ટર ઑફ ફોટોગ્રાફી સંતોષ થુડિયાલના માથા પર ગંભીર ઇજા થઇ હતી. એમના કપાળ પર છ ટાંકા આવ્યા હતા.
અલ્ટ બાલાજી માટે આ સિરિઝનું ડાયરેક્શન સંભાળી રહેલા ફિલ્મ કાલ ફેમ સોહમ શાહને પણ બૂરી રીતે ઇજા થઇ હતી. જો કે માહી ઊગરી ગઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WS5A9h
via Latest Gujarati News
0 Comments