
આતંકવાદીઓને મળી રહેલી નાણાકીય સહાય પાકિસ્તાન બંધ કરે : ભારતે પણ દબાણ વધાર્યું
નવી દિલ્હી, તા.22 જૂન, 2019, શનિવાર
આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકીઓને મળનારા ફંડ પર નજર રાખનારી એજન્સી એફએટીએફ તરફથી પાકિસ્તાનને ફટકાર લગાવવામાં આવી છે. પાકિસ્તાનમાં વકરી રહેલા આતંકવાદ અને કટ્ટરવાદને ધ્યાનમાં રાખીને પાક.ને ગ્રે લિસ્ટારમાં જ રાખવાનો નિર્ણય લીધો છે.
જે દેશને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે છે તેના પર નજર રાખવામાં આવે છે, જેને પગલે પાકિસ્તાન દ્વારા આતંકીઓને જે ફંડ પુરુ પાડવામાં આવી રહ્યું છે તેના પર આ એજન્સી હવે નજર રાખશે અને જરુર પડશે તો કાર્યવાહી પણ કરશે.
ભારતે પણ પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લેવાની માગણી કરી છે. સાથે પાકિસ્તાન દ્વારા વકરી રહેલા આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતે જણાવ્યું છે કે આશા છે કે પાડોશી દેશ પાકિસ્તાન સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ફાઇનાંશિયલ એક્શન ટાસ્ક ફોર્સન માપદંડોને પુરા કરશે. બીજી તરફ એફએટીએફએ પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું છે કે તે પોતાની યાદીમાં કોઇ જ ફેરફાર નહીં કરે અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખશે.
હાલ પાકિસ્તાનને એફએટીએફ દ્વારા ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યું છે જેને પગલે પાકિસ્તાનને મળનારુ આંતરરાષ્ટ્રીય ફંડ છે તેના પર અસર થશે, વિશ્વ બેંક અને અન્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ અને એજન્સીઓ પાકિસ્તાનને હવે બહુ જ સરળતાથી ફંડની સહાય નહીં કરે.
પાકિસ્તાન દ્વારા કરી રહ્યું છે કે તેણે આતંકવાદ સામે આક્રામક પગલા લીધા છે અને જૈશ તેમજ જમાત ઉદ દાવાના નાણાકીય ભંડોળ પર કાબુ કરી લીધો છે સાથે સંપત્તિ પણ જપ્ત કરી છે. જોકે આવુ જ પાકિસ્તાન અગાઉ પણ કરી ચુક્યું છે અને બાદમાં તે આ આતંકીઓને ફરી સક્રીય કરવામાં મદદ કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y8THNA
via Latest Gujarati News
0 Comments