બળાત્કાર અને હત્યાના આરોપી રામ રહીમે ખેતી કરવા મહિનાના જામીન માગ્યા


(પીટીઆઇ) રોહતક, તા.22 જૂન, 2019, શનિવાર

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે હરિયાણાના સિરસામાં પોતાના ખેતમાં ખેતી કરવા માટે એક મહિનાના જામીન માગ્યા હતા.

૫૧ વર્ષના કથિત સંત પર એક  પત્રકારની હત્યા અને બે મહિલાઓ પર  બળાત્કારના બે કેસોમાં સજા મળ તાં હાલમાં રોહતકની સુનારિયા જેલમાં રાખવામાં આવ્યો છે.૪૨ દિવસની પેરોલની અરજીના પગલે જેલ સત્તાવાળાઓએ જિલ્લા વહીવટી તંત્રને પત્ર લખ્યો હતો.

૧૮ જૂને લખેલા પત્રમાં તંત્રે પૂછ્યું હતું કે શું ગુરમીત સિંહ રામ રહીમને પેરોલ આપી શકાય એમ છે કે કેમ? પત્રમાં જેલ અધિકક્ષે લખ્યું હતું કે રામ રહીમની જેલમાં વર્તણુંક ખૂબ સારી રહી છે અને તેમણે કોઇ નિયમનો ભંગ કર્યો નથી.જિલ્લા વહીવટી તંત્રે રોહતાક ડિવિઝનના કમિશ્નરને રિપોર્ટ આપવા કહ્યું હતું. પત્રની એક નકલ જેલ અધિકક્ષને મોકલવામાં આવી હતી.

પત્ર મળ્યા પછી સિરસા પોલીસે મહેસુલ વિભાગને ડેરા સચ્ચા સૌદાની કેટલી જમીન છે તેની માહિતી મોકલવા કહ્યું હતું. ' અમે મહેસુલ વિભાગને પત્ર લખી ડેરા સચ્ચા સૌદાના વડાના નામે કેટલી જમીન છે તેના માહિતી આપવા કહ્યું હતું માહિતીની રાહ જોવાય છે'એમ સિરસાના નાયબ પોલીસ અધિકક્ષે કહ્યું હતું.

ઓગસ્ટ ૨૦૧૭માં ડેરા સચ્ચા સૌદાને વડાને બળાત્કાર અને એક પત્રકારની હત્યાના કેસમાં ૨૦ વર્ષની  સજા ફટકારવામાં આવી હતી. ત્યાર પછી સીબીઆઇની ખાસ અદાલતે ચાલુ વર્ષના જાન્યુઆરીમાં  ૧૬ વર્ષ પહેંલા એક પત્રકારની હત્યાના આરોપસર આજીવન કેદની સજા  ફટકારી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31S9i6a
via Latest Gujarati News

Post a Comment

0 Comments