લોકસભાનું ડેપ્યુટી સ્પીકરપદ અમે હક્કથી માગીએ છીએઃઉદ્ધવ ઠાકરે


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 6 જૂન ગુરુવાર, 2019

કેન્દ્રમાં નવી સરકારનું ગઠન થયું. પ્રધાનમંડળ બની ગયું અને હવે સરકારનું કામકાજ પણ શરૂ થઇ ગયું છે. પણ પાર્લામેન્ટની કારોબારી હજી શરૂ થઇ નથી. લોકસભાના સ્પીકર, ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી હજી બાકી છે. એનડીએમાંની બીજા નંબરની પાર્ટી શિવસેના હોવાથી લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની શિવસેનાએ માંગણી કરી છે, એવું શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે કોલ્હાપુરમાં સ્પષ્ટ કર્યું.

શિવસેનાના નવા ચૂંટાઇ આવેલા બધા સાંસદોને લઇને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રશ્મી ઠાકરે, આદિત્ય ઠાકરે કોલ્હાપુરના અંબામાતાના દર્શને ગયા હતા. અંબામાતાના દર્શન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે સંવાદ સાધતા લોકસભાનું ડેપ્યુટી સ્પીકરપદ શિવસેનાએ માગ્યું હોવાની જાહેરાત કરી. અમારી ઇચ્છા છે કે લોકસભાનું ડેપ્યુટી સ્પીકર પદ શિવસેનાને મળે એ અમે અમારા અધિકારથી માંગતા હોવાનું ઉદ્ધવે ભારપૂર્વક કહ્યું. અમે ભારતીય જનતા પાર્ટી સાથે હિંદુત્વના કારણે યુતિ કરી છે પદ માટે નથી.

લોકસભાનું ઉપાધ્યક્ષપદ શિવસેનાનો હક છે. આપણા માણસો છીએ એટલે ત્યાં હક તો આવશે જ ને? અમે ભાજપ ઉપર નારાજ નથી અમારું બધુ બરાબર ચાલી રહ્યું છે. જ્યારે અમારી નારાજગી હતી ત્યારે તે અમે દાખવી દીધી. મોદી પ્રધાનમંડળમાં શિવસેનાને બે કેબિનેટ અને એક રાજ્ય કક્ષાનું  પ્રધાનપદ મળતું એવી અપેક્ષા હતી પણ એક જ પ્રધાન પદ મળવાથી તમે નારાજ છો કે? આ સવાલના જવાબમાં ઉદ્ધવે સ્પષ્ટતા કરી. 

લોકસભા ઉપાધ્યક્ષપદની ચૂંટણી પ્રત્યે હજી કોઇ જાતની ચર્ચા સામે આવી નથી. લોકસભાના ઉપાધ્યક્ષ હંમેશા વિપક્ષમાંથી ચૂંટાઇ  લાવતા હતા. જેમાં એકબીજાના સહકારથી એ પદની નિયુક્તી થતી હતી પણ પાછલા સમયે મોદી સરકારે એ પરંપરા બદલી નાખી. મોદી સરકારના પહેલા કાર્યકાલમાં ઉપાધ્યક્ષપદ એઆઇએડીએમકેના એમ થંબીદુરાઇ પાસે આપવામાં આવ્યું હતું. મોદીસરકાર પ્રત્યે એઆઇએ ડીએનકેની ભૂમિકા સૌમ્ય હતી એટલે જ તેમને આ પદ આપવામાં આવ્યું હતું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31gkRnp
via Latest Gujarati News

Post a Comment

0 Comments