ટિકટોક પરનો અભિનેતા તો ઘર ફોડીના કેસનો આરોપી નિકળ્યો


મુંબઇ તા. 6 જૂન 2019, ગુરુવાર

જુહુમાં થયેલા એક ઘરફોડી પ્રકરણે પોલીસે તાજેતરમાં ૨૮ વર્ષીય અભિમન્યુ ગુપ્તા ઉર્ફે રિન્કુ ધરપકડ કરી હતી. કુર્લાના બેલ બઝાર વિસ્તારમાં રહેતો ગુપ્તા મોબાઇલ વીડિયો એવા ટિકટોક પર એક્ટિવ હોવાનું જુહુ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોનુંસાર ગયા વર્ષે જુહુના એક એપાર્ટમેન્ટમાં થયેલ ઘરફોડીની ઘટનામાં કથિતરૂપે ગુપ્તા સંડોવાયેલો છે.

ગુપ્તા રેગ્યુલર ધોરણે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર મ્યુઝિક વીડિયો અપલોડ કરે છે. પોતાને બાઇકર તરીકે  ઓળખાવતા ગુપ્તાના ટિકટોક પર દસ લાખ જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખ ફોલોઅર છે પોતાને એક્ટર તરીકે પણ ઓળખાવતા ગુપ્તાએ બન્ને એપ પર મળીને ૪૨૦ થી વધુ પોસ્ટ અપલોડ કરી છે. આ ઉપરાંતને વિવિધ વસ્ત્રો અને શુઝના મોડેલિંગ કરતો પણ નજરે પડયો છે.

પોલીસે સૂત્રોનુસાર આ પહેલા ઘરફોડી અને કારચોરીના ચારથી પાંચ કેસમાં તેની સામે મુંબઇ અને થાણામાં ગુનવો નોંધાયો છે. જાન્યુઆરી, ૨૦૧૮માં  જુહુની દસમી ગલ્લીમાં થયેલ એક ઘરફોડીની ઘટના બની હતી જેમાં ઘરમાં રહેતા વૃદ્ધ દંપતિ બહાર ગયા હતા ત્યારે તેમના ઘરમાં  ધારફોડી થઇ હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં  ઘરફોડુની તસવીર ઝીલાઇ ગઇ હતી. ત્યાર બાદ ખબરી નેટવર્કની મદદથી ગુપ્તાને પોલીસે ૨૮મેના રોજ કસ્ટડીમાં લીધો હતો. તેને બુધવારે અદાલતી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોનુસાર ગુપ્તાને ઓળખી કાઢવામાં વિલંબ થયો હોવાથી તેને ઝડપી લેવામાં સમય લાગ્યો હતો. પોલીસે ગુપ્તા પાસેથી ૧૫૦ ગ્રામ સોનું જપ્ત કર્યુ ંહતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Whi7Tn
via Latest Gujarati News

Post a Comment

0 Comments