વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ રાખનારાને ઇન્કમટેક્સમાં છૂટઃસામાજિક ન્યાય પ્રધાન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 6 જૂન 2019, ગુરુવાર

વૃદ્ધાને આશ્રય આપનારા એટલેકે  વૃદ્ધ માતા-પિતાની દેખભાળ કરનારા છોકરાઓને કેન્દ્ર સરકાર ઇન્કમટેક્સમાં છૂટ આપે તે સંદર્ભેનો પ્રસ્તાવ ટુંકસમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ મોકલવામાં આવશે એવી માહિતી સામાજિક ન્યાયપ્રધાન રાજકુમાર બડોલેએ આપી હતી.

સામાજિક ન્યાય તેમજ વિશેષ સહાય વિભાગ દ્વારા સીનિયરોનું જનજીવન સુખમય, આનંદમય, શારીરિક-માનસિક રીતે તેમજ આરોગ્ય સારુ રહે, વૃદ્ધાવસ્થામાં તેમની આર્થિક ક્ષમતા- કામનો હક- સિક્ષણ હક અને સાર્વજનિક મદદ મેળવવા માટે પ્રત્યેક જિલ્લામાં સીનિયરો માટે સ્વતંત્ર્ય કક્ષની સ્થાપના કરવામાં આવી છે. એમ તેમણે જણાવ્યું હતું. હકીકતમાં સીનિયર સીટીજન માટેની પોલીસી અમલમાં લાવવા બાબતેની સમીક્ષા કરવા માટે મંત્રાલયમાં સીનિયર નાગરિક સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પ્રધાન રાજકુમાર બડોળેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સીનિયર સીટીઝનની પોલીસીનો  યોગ્ય રીતે અમલ કરાય તે માટે શાસના પ્રત્યેક વિભાગ પ્રયત્ન કરે આ બાબતે તાકીદે સ્વતંત્ર પરિપત્રક પણ કાઢવાનો આદેશ જારી કરાયો છે. આરોગ્ય વિભાગ મારફતે પ્રત્યેક જિલ્લાનાં સીનિયરો માટે વિશેષ આરોગ્ય શિબિરનું આયોજન કરવાનો પણ આદેશ આપ્યો હતો.

મેડિકલ કોલેજ સાથે જોડેલી હોસ્પિટલોમાં સીનિયર સીટીજન માટે  પાંચ ટકા ખાટલા અનામત રાખવાની સુવિધા કરવાનું પણ રાજકુમાર ખડોલે જણાવ્યું હતું.

સીનિયર સીટીઝન માટે નગરવિકાસ તથા ગ્રામવિકાસ વિભાગ તરફથી દેખભાળ તથા વિરંગુળા કેન્દ્રની સ્થાપના કરાશે એવી માહિતી તેમણે આપી હતી. વૃદ્ધોને આશ્રય આપનારા એટલે કે માતા-પિતાની દેખભાળ કરનારાને છૂટ આપવા સંદર્ભે પ્રસ્તાવ ટુંકસમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ મોકલાવાશે એવી જાણકારી તેમણે આપી હતી.

શાસન તરફથી અનુદાનિત વૃદ્ધાશ્રમાં વૃદ્ધાના પરિપોષણના પેટે અપાતા અનુદાનના ૯૦૦ રૂપિયાના અવેજી ૧૫૦૦ રૂપિયા આપવામાં આવશે. રાજ્ય શાસન દર વર્ષે સીનિયર સીટીઝન દિનના રોજ સીનીયર સીટીજનની સ્થિતિ બાબતે વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરાશે એવી માહિતી બડોલેએ આપી હતી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WgH7Ko
via Latest Gujarati News

Post a Comment

0 Comments