મુંબઇમાં 2,047 સ્થળોએ ટૂંક સમયમાં 5625 સીસીટીવી કેમેરા મૂકાશે


મુંબઇ તા. 6 જૂન 2019, ગુરુવાર

સમગ્ર મુંબઇમાં કલોઝડ્ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) કેમેરા બેસાડવાનો પ્રથમ તબક્કા સફળ થતાં મહારાષ્ટ્ર સરકારે રૂા.૩૨૩ કરોડને ખર્ચે મુંબઇમાં અન્ય ૨,૦૪૭ સ્થળોએ વદુ ૫,૬૨૫ સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય કર્યો છે.

નિર્ભયા ભંડોળ હેઠળ પોતાના યોગદાનના ભાગ રૂપે કેન્દ્ર સરકારે આવા લગભગ ૧,૭૦૦ કેમેરા બેસાડવાનો ખર્ચ ઉઠાવ્યો ચે. આગામી ત્રણ માસમાં ૫૬૨૫ કેમેરા પૈકી ઓછામાંઓછા અડધી સંખ્યા જેટલા કેમેરા બેસાડવાની સરકારને આશા છે.

૨૦૧૭ના સપ્ટેમ્બરમાં મુંબઇમાં ૧,૫૧૨ સ્થળોએ ૨,૨૯૩ થાંભલા પર ૪,૭૪૭ કેમેરા મૂકવામાં આવ્યા તે સાથે સમગ્ર શહેરમાં  સીસીટીવી કેમેરા નેટવર્ક તૈયાર કરવાનો પ્રથમ તબક્કો કાર્યાન્વિત થયો હતો આ માટે સરકારે રૂા.૯૪૯ કરોડનો ખર્ચ કર્યો હતો .

આ વખતે ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય અને ઇન્ટરનેટ નેટવર્ક નબળું હોય તેવાં સ્થળોએ કેમેરા મૂકાશે.

નવા સ્થળો ખાતેનું સર્વેક્ષણનું ૪૦ ટકા કામકાજ પૂરું થયું ચે અને મુંબઇ મહાનગર પાલિકા પાસેથી પરવાનગી લેવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ વર્ષમાં પછીના સમયમાં વિધાનસભાની ચૂંટણી નિમિત્તે આચારસંહિતા અમલમાં મૂકાય તે પહેલા વધારાના કેમેરા પૈકીના ઓછામાં ઓછા અડધી સંખ્યા જેટલા કેમેરા બેસાડાયા અને તેનો આરંભ કરવામાં આવે એવી અમારી ધારણા છે એમ રાજ્યના ગૃહખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MwuqeQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments