કમલનાથના સંબંધીઓની સેવામાં છ વાહન સહિતનો સરકારી કાફલો તૈનાત થતાં વિવાદ


ભોપાલ, તા. 6 જૂન, 2019, ગુરૂવાર

પંદર વર્ષ બાદ મધ્ય પ્રદેશમાં ફરી સત્તામાં આવેલી કોંગ્રેસની સરાકર વીઆઇપી કલ્ચર છોડવા તૈયાર નથી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના સંબંધીઓ માટે પણ સરકારી કાફલો કામે લાગ્યો હતો. કમલનાથના સંબંધીઓ મંગળવારે મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. તે દરમિયાન એક એમ્બ્યુલન્સ, ત્રણ પોલિસ વાન અને અન્ય બે કાર એમ કુલ સરકારી વાહનો સહિતનો કાફલો તેમની સેવા કરતો જોવા મળ્યો હતો. 

આ ઘટનાને લઇને ભાજપ દ્વારા સરકારી વાહનો અને અધિકારીઓના ખોટા ઉપયોગના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કમલનાથના સંબંધીઓ પહેલા મંગલનાથ મંદિરમાં પુજા કરી અને ત્યારબાદ ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાશ્વર મંદિરે પણ દર્શન કર્યા હતા. આ બધી જ યાત્રા દરમિયાન તેમને સરકારી અધિકારી અને પોલિસ દ્વારા વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ કમલનાથ સરકારના અધિકારીઓ સાથેના કડક વલણ અપનાવી રહી છે. આથી તેઓ નારાજ ન થાય તે માટે ઉજ્જૈનનું સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ પ્રોટોકોલ બહાર જઇને મુખ્ય પ્રધાનના સંબંધીની સેવામાં લાગ્યુ હતું. આશ્ચરયજનક વાત તો એ છે કે અધિકારીઓ કે પછી મંદિરના પ્રશાસનમાંથી કોઇને પણ મહેમાનના નામ પણ ખબર ન હતા આમ છતા તેમની આગતા સ્વાગતા કરવામાં આવી. ઉપરાંત મંદિરના પ્રશાસનને સત્તાવાર લેટર પણ આપવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રીના સંબંધીઓ મંદિરની મુલાકાત લેશે તેમ જણાવવામાં આવ્યુ હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EXHfbN
via Latest Gujarati News

Post a Comment

0 Comments