શાહરૂખ ખાન રાજ કુમાર હીરાણીની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 જૂન 2019, ગુરુવાર

શાહરૂક ખાને ફિલ્મ 'ઝીરો'ની નિષ્ફળતા બાદ  કોઇ ફિલ્મ સ્વીકારી નથી. તે ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે, પરંતુ કામ કરવાનો નિર્ણય લઇ શકતો નથી.જોકે હવે એવી વાત આવી છે કે, શાહરૂખ ખાન રાજ કુમાર હીરાણીની ફિલ્મમાં કામ કરશે.

'' શાહરૂખ અને હીરાણી વચ્ચે વારંવાર મુલાકાત થઇ રહી છે. રાજકુમાર હીરાણી અને શાહરૂખ ખાન એક લવ સ્ટોરી ધરાવતી  ફિલ્મ માટે વાતચીત કરીરહ્યા છે. રોમેન્ટિક ફિલ્મોમાં શાહરૂખની જગ્યા કોઇ લઇ શકે નહીં. બન્ને જણાએ આ પ્રોજેક્ટની તૈયારી પણ કરી લીધી છે. હીરાણી આ ફિલ્મ પોતાના બેનર તળે બનાવવાનો છે. આ એક રોમેન્ટિક ઇમોશનલ ડ્રામા હશે અને શાહરૂખ ખાનની સ્ટાઇલની જ આ ફિલ્મ હશે,'' તેમ સૂત્રે જણાવ્યું હતું. 

થોડા દિવસો પહેલા શાહરૂખ જ્યારે ચીન ગયો હતો, ત્યારે તેણે પોતાની આગામી ફિલ્મની ઘોષણા જૂનમાં કરશે તેમ કહ્યુ ંહતું. તેથી હવે લાગે છે કે, શાહરૂખ જલદી જ આ ફિલ્મનું એલાન કરશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WUYkNE
via Latest Gujarati News

Post a Comment

0 Comments