વ્હૉટ રબીશ... તબિયત વિશે લખતાં પહેલાં પૂછો તો ખરા..

મુંબઇ તા.12 જૂન 2019 બુધવાર

 આ કઇ જાતનું મિડિયા હાઉસ છે, મને પૂછતાં પણ નથી કે મારી તબિયત કેમ છે અને ભળતું સળતું છાપી નાખે છે, એવા શબ્દોમાં સુનૈના રોશને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે સુનૈનાની માનસિક તબિયત બાયપોલર ડિસઓર્ડરના પગલે વણસી છે અને એને ચોવીસે કલાક ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.

આ સમાચાર ઇન્ટરનેટ દ્વારા સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ ગયા અને સેંકડો લોકોએ સુનૈના તથા રોશન પરિવારને જણાવ્યું કે અમે તમારા માટે દુઆ-પ્રાર્થના કરીએ છીએ.

સુનૈના અને રિતિકને આ સમાચારની જાણ થતાં સુનૈના ગુસ્સે થઇ હતી. એણે કહ્યું કે હું તો મારા દોસ્તો સાથે પાર્ટી કરી રહી છું. મારી તબિયત વિશે કંઇ પ્રગટ કરતાં પહેલાં કમ સે કમ મને પૂછવું તો જોઇએ. આવા અહેવાલો પ્રગટ કરવાની લોકો હિંમત શી રીતે કરતા હશે એ મને સમજાતું નથી. મારી તબિયત એકદમ સારી છે અને હું મારી અગાઉની માંદગી વિશે પુસ્તક લખવાનું વિચારી રહી છું.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZqxxXr
via Latest Gujarati News

Post a Comment

0 Comments