મુંબઇ તા.12 જૂન 2019 બુધવાર
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી (શ્વેતા બચ્ચન નંદાની પુત્રી) નવ્યા નવેલીએ એવી સ્પષ્ટતા કરી હતી કે મારી અને જાવેદ જાફરીના પુત્ર મીજાન વચ્ચે કોઇ અફેર નથી.
'અમે બંને સારા દોસ્તો છીએ. એથી વધુ અમારી વચ્ચે કશું નથી, આ મિડિયા અહેવાલ સાવ ખોટ્ટા છે' એવું નવ્યા નવેલીએ કહ્યું હતું. છેલ્લા થોડા સમયથી એવા અહેવાલો પ્રગટ થતા રહ્યા હતા કે નવ્યા નવેલી અને મિજાન વચ્ચે અફેર ચાલી રહ્યો છે. આ બંનેની કેટલીક આત્મીય તસવીરો પણ સોશ્યલ મિડિયા પર પ્રગટ થઇ હતી.
એટલે સ્વાભાવિક રીતેજ આ બંનેના પરિવારોમાં પણ ચર્ચા શરૃ થઇ હતી. મીજાને સામે પડીને એવી સ્પષ્ટતા કરી હતી કે નવ્યા નવેલી સાથેના મારા અફેરની વાતો નરી કલ્પના છે. અમારી વચ્ચે કેાઇ અફેર નથી. અમે માત્ર સારા દોસ્તો છીએ. અમારા બંનેનું એક ફ્રેન્ડ સર્કલ છે જેમાં અમારા કોમન મિત્રો પણ છે.
મીજાન ફિલ્મ મલાલથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં શર્મિન એની હીરોઇન છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2F5xtV1
via Latest Gujarati News
0 Comments