લો, હવે અદનાન સામીનો એકાઉન્ટ હેક થયો

મુંબઇ તા.12 જૂન 2019 બુધવાર

ભારતીય નાગરિકત્વ સ્વીકારીને મુંબઇમાં સ્થાયી થઇ ગયેલા મૂળ પાકિસ્તાની ગાયક સંગીકાર અદનાન સામીનો સોશ્યલ મિડિયા પરનો એકાઉન્ટ હેક થયો હેાવાની માહિતી મળી હતી.

હજુ તો બે દિવસ પહેલાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો એકાઉન્ટ હેક કરનારા પાકિસ્તાન તરફી તૂર્કી લોકોએ જ અદનાનનો એકાઉન્ટ પણ હેક કર્યો હતો અને ડિટ્ટો અમિતાભની જેમ અદનાનના ફોટોગ્રાફની જગ્યાએ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનનો ફોટો મૂકી દેવાયો હતો. 

ટ્વીટર પર અન્ય એક સંદેશામાં જણાવાયું હતું કે અદનાન સામીનો એકાઉન્ટ હેક થઇ ચૂક્યોે હતો. આ હેન્ડલ પર લખ્યું હતું કે તમે  અદનાનલાઇવ પર મારો સંપર્ક કરી શકો છો.

અમિતાભ બચ્ચનના કેસની તપાસ મુંબઇ પોલીસની સાઇબર શાખા કરી રહી હતી. અદનાને પોલીસને જાણ કરી હતી કે નહીં એ જાણવા મળ્યું નહોતું.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2F8aUPM
via Latest Gujarati News

Post a Comment

0 Comments